Gujarati Article એક લોક કથા પ્રમાણે એક રાજાને બે પુત્ર હતા. બંને પુત્ર ખૂબ જ સાહસી અને ગુણી હતા. પરંતુ રાજા અને રાણી આ વાતથી ખૂબ...

Gujarati - રાજાને બે દીકરા હતા બંને હંમેશા લડતા રહેતા હતા,રાજા-રાણી આ વાત થી ખૂબ જ દુખી હતા,એક દિવસ રાજાએ બંનેની આંખો પર પટ્ટી બાંધી...



Gujarati Article

એક લોક કથા પ્રમાણે એક રાજાને બે પુત્ર હતા. બંને પુત્ર ખૂબ જ સાહસી અને ગુણી હતા. પરંતુ રાજા અને રાણી આ વાતથી ખૂબ જ દુઃખી રહેતા હતા કેમકે તે બંને પુત્રો લડતા રહેતા હતા. બંને એકબીજાથી ખુબજ અલગ વિચારતા હતા. આ કારણોસર રાજા-રાણીની ચિંતા વધી ગઈ કે આગળ ચાલીને આ બંનેએ રાજ્યને સંભાળવાનું છે પરંતુ બંનેના વિચાર અલગ હોવાથી રાજ્ય સરકાર કેવી રીતે ચાલુ અસંભવ છે.

એક દિવસે રાજા-રાણીએ તેમના બન્ને પુત્રો ની આંખ ઉપર પટ્ટી બાંધી અને એક પુત્રને એવી દિવાલ પાસે ઊભો રાખ્યો જ્યાં સૂર્યની રોશની આવી રહી હતી અને ગરમી હતી અને બીજા પુત્રને એવી જગ્યાએ ઊભો રાખ્યો જ્યાં ઠંડક હતી.



ત્યારબાદ રાજાએ તેમના બંને પુત્રો ને પૂછ્યું કે દિવાલ પાસે કેવું લાગી રહ્યું છે ત્યારે પુત્રે કહ્યું કે ગરમી લાગી રહી છે, જ્યારે બીજા પુત્રે કહ્યું કે અહીં ઠંડક છે. બંનેના જવાબ એકબીજાથી ખુબજ અલગ હતા ત્યારબાદ રાજા એ બંને પુત્રો ની જગ્યા એકબીજાથી બદલી નાખી. ત્યારબાદ રાજાએ તેમના બંને પુત્રને તે જ સવાલ પાછો પૂછ્યો આ વખતે બંને પુત્રોનો જવાબ વિપરીત હતો. 



ત્યારબાદ રાજાએ તેમના બંનેએ પુત્રોની આંખો ઉપર પટ્ટી હટાવી લીધી અને કહ્યું કે તમે બંને અમારા માટે એક જેવા જ છો તમે બંને એક બીજાના વિચારો નથી સમજી શકતા. અમે એવું નથી વિચારી રહ્યા કે તમારી બંને વચ્ચે વિવાદ થાય તમારે બન્ને એકબીજાની પરિસ્થિતિ નો આ વિવાદ સમજવો જોઈએ

બધી જ પરિસ્થિતિ ના હિસાબે લોકોની વ્યક્તિગત વિચારસરણી હોય છે અને ક્યારેક ક્યારેક આ વિચાર એકબીજાથી અલગ પણ હોય છે. જ્યારે આપણે બીજાની પરિસ્થિતિ સમજીએ ત્યારે જ આપણને ખબર પડે કે તે શું વિચારી રહ્યો છે અને તેમનો તે વિચાર સાચો છે કે ખોટો. રાજા દ્વારા કહેવામાં આવેલી વાતો બંને પુત્રો સમજી ગયા અને ત્યાર બાદ તેમણે ક્યારેય પણ લડાઈ ના કરી. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog