Gujarati Article આખી દુનિયામાં શાયદ જ કોઈ એવો વ્યક્તિ હશે જે પૈસા કમાવવા નહીં માંગતો હોય. બધા લોકો સારી એવી નોકરી ની સાથે સારા...

Gujarati- આ દેશોમાં નાના કામમાં પણ મળી જાય છે સારી એવી સેલેરી



Gujarati Article

આખી દુનિયામાં શાયદ જ કોઈ એવો વ્યક્તિ હશે જે પૈસા કમાવવા નહીં માંગતો હોય. બધા લોકો સારી એવી નોકરી ની સાથે સારા એવા પૈસા કમાવા માંગે છે પરંતુ ઘણી વાર ઘણી મહેનત પછી માણસ પોતાની જરૂરત કરતા ઓછા પૈસા મળે છે. 

એવા માં લોકો બીજા દેશો તરફ ધ્યાન દોરે છે જો તમે અથવા તો તમારા કોઈ જાણકાર કમાવા માટે બીજા દેશમાં જવા માટે મન બનાવી રહ્યા છો તો એકવાર આ દેશો વિશે જરૂરથી જાણી લો. આ દુનિયાના એવા દેશ છે જ્યાં સૌથી સારી સેલરી મળી રહે છે. આ લિસ્ટ 2016ના આંકડાઓ પર આધારિત છે. 

અમેરિકા



દુનિયામાં સૌથી વધુ સેલેરી આપતા દેશોમાં અમેરિકા સૌથી ઉપર છે. અમેરિકામાં 31.6 ટકા ટેક્સ આપ્યા પછી એક વ્યક્તિ ને વર્ષમાં ઍવરેજ ઓછામાં ઓછી 41,355 ડોલર સેલેરી મળી જાય છે એટલે કે અમેરિકામાં જો તમે નાનામાં નાનું પણ કામ કરો છો તો તમે ત્યાં વર્ષે ૨૬ લાખ રૂપિયા થી પણ વધુ કમાઈ શકો છો. 

લક્ઝમબર્ગ



લિસ્ટમાં બીજા નંબર ઉપર લક્ઝમબર્ગ છે. લક્ઝમબર્ગ ને પૂરા યુરોપમાં આર્થિક કેન્દ્ર ના રૂપમાં ઓળખવામાં આવે છે. લક્ઝમબર્ગ ને પૂરા યુરોપમાં સ્ટીલ ઉપલબ્ધ માટે ઓળખવામાં આવે છે. લક્ઝમબર્ગ માં એક વ્યક્તિને 38 951 યુરો એવરેજ સેલેરી મળી રહે છે. આ સેલેરી વ્યક્તિને ક્યારે મળે છે જ્યારે તેની મૂળ સેલેરી થી 37.7 ટકા ટેક્સ આપવામાં આવે છે. એટલે કે 1 વર્ષમાં તમે લગભગ 31 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો.

નોર્વે



નોર્વે દુનિયામાં સૌથી ધનીક દેશોમાંથી એક માનવામાં આવે છે તેનું મુખ્ય કારણ તેમની પાસે રહેલ નેચરલ રિસોર્સ છે. નોર્વેમાં તેલ હાઈડ્રો પાવર ફિશિંગ અને મિનરલ્સ અધિક માત્રામાં મળી રહે છે. નોર્વેમાં લોકો ને જે સેલરી મળે છે તેના ૩૭ ટકા ટેક્સ આપવામાં આવે છે. ત્યારબાદ તેમને વર્ષમાં ઍવરેજ 33,492 નોર્વે ક્રોન સેલેરી પડે છે. આના સિવાય અહીં વધુ કલાકો સુધી કામ કરવા પર અલગથી પૈસા આપવામાં આવે છે. ભારતના હિસાબે તમે એક વર્ષમાં ટેક્સ આપ્યા પછી લગભગ ૨૭ લાખ રૂપિયા આરામથી કમાઈ શકો છો. 

સ્વિટ્ઝર્લૅન્ડ



સ્વિટ્ઝર્લૅન્ડ ને દુનિયા ના સૌથી ઉમદા દેશોમાંથી એક માનવામાં આવે છે. તે સરકારી પારદર્શિતા જીવનની ગુણવત્તા આર્થિક અને માનવ વિકાસ માટે ઓળખવામાં આવે છે. સીઝન લેન્ડ માં એક વ્યક્તિ ની એવરેજ ઇન્કમ વર્ષે 33,491 સ્વિસ ફ્રેન્ક છે. સાથે જ ત્યાં અઠવાડિયામાં કામ કરવાનો સમય પણ નિર્ધારિત છે અને ત્યાં કામ કરનાર લોકોને વધુમાં 35 કલાક અઠવાડિયામાં કામ કરવાનું હોય છે. તે હિસાબે તમે એક વર્ષમાં અહીં ઓછામાં ઓછા 23 લાખ રૂપિયા કમાઈ શકો છો. 

ઓસ્ટ્રેલિયા



ઓસ્ટ્રેલિયા દુનિયામાં ઓઇલ અને મિનરલ્સ ન સૌથી નિકાસ માટે નો દેશ માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં એવરેજ એક વ્યક્તિને વર્ષે 31,588 ઓસ્ટ્રેલિયાઈ ડોલર સેલરી મળી રહે છે. આ સેલેરી 27.7 ટકા ટેક્સ કાપવા પછી આપવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં અઠવાડિયે 36 કલાક કામ કરવાનું હોય છે તમે એક વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં નોકરી કરીને ઓછામાં ઓછા 16 લાખ રૂપિયા કમાઈ શકો છો. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો.

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog