Gujarati Article દુનિયામાં ઘણા બધા અમીર લોકો છે તેમાંથી એક અમીર ભારતીય એ લંડન મા એક ખુબજ ઐતિહાસિક ઇમારત ને ખરીદી લીધી અને તેને આ...

Gujarati - આ ભારતીય દ્વારા લન્ડન માં 1000 કરોડ ની બનાવી આલીસાન હોટલ



Gujarati Article

દુનિયામાં ઘણા બધા અમીર લોકો છે તેમાંથી એક અમીર ભારતીય એ લંડન મા એક ખુબજ ઐતિહાસિક ઇમારત ને ખરીદી લીધી અને તેને આલિશાન હોટલમાં બદલી નાખી. આ હોટલમાં એક રાત રહેવાનું ભાડું લગભગ નવ લાખ રૂપિયા સુધી હોવા ની આશા લગાવવામાં આવી રહી છે. ગ્રેટ સ્કોટલેન્ડ યાર્ડ નામની આ બિલ્ડીંગ લન્ડન મેટ્રોપોલિટન પોલીસ નું મુખ્યાલય હતી. 



લગભગ ૬૦ વર્ષો સુધી લન્ડન મેટ્રોપોલિટન પોલીસ અહીં રહેતી હતી. 1890માં પોલીસે આ બિલ્ડીંગને ખાલી કરી દીધી. ભારતીય અરબપતિ યુસુફ કાદર એ તેને 2015માં લગભગ એક હજાર કરોડ રૂપિયામાં ખરીદી. 



આ બિલ્ડીંગને પૂરી રીતે રિનોવેશન કરવામાં આવ્યું છે હવે તેને લક્ઝરી હોટલમાં બદલવામાં આવ્યું છે. આ વર્ષે તેનું ઉદ્ઘાટન થશે. મીડિયા રિપોર્ટ અનુસાર લન્ડન ની પ્રોપર્ટી માર્કેટમાં કોઇ ભારતીય દ્વારા કરવામાં આવેલું હાલમાં સૌથી મોટું રોકાણ છે.



ત્યાં જ યુસુફ લી કાદર ભારત ના કેરળ થી તાલુક રાખે છે અને આબુ ધાબી માં સ્થિત લૂલું ગ્રુપ નામની કંપની ચલાવે છે. તેણે ગલી યાર્ડ હોમ્સ નામની કંપનીથી તેને ખરીદી બિલ્ડિંગને હોટલમાં બદલવા પર લગભગ 680 કરોડ રૂપિયા ખર્ચ થયા.



અહીં હોટલમાં લગભગ 150 રૂમ તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં પહેલા ક્રિમિનલ્સ ના સેલ્સ હતા હોટલમાં ખાસ બાર ટી પાર્લર અને રેસ્ત્રા તૈયાર કરવામાં આવ્યા છે .ગ્રેટ સ્કોટલેન્ડ યાર્ડ બિલ્ડીંગ નું નિર્માણ 1829માં કરવામાં આવ્યું હતું.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો.

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog