Gujarati Article મહાબલિ હનુમાનજી ને સંકટ મોચન કહેવાય છે અને તે ભગવાન શિવજી ના 11 મા રુદ્ર અવતાર છે,એવુ માનવામા આવે છે કે આજેય સાક્...

Gujarati - હનુમાનજી નું એક ચમત્કારિક મંદિર જ્યાં 5 મંગળવાર હાજરી આપવાથી થાય છે દરેક માનતા પૂરી



Gujarati Article
મહાબલિ હનુમાનજી ને સંકટ મોચન કહેવાય છે અને તે ભગવાન શિવજી ના 11 મા રુદ્ર અવતાર છે,એવુ માનવામા આવે છે કે આજેય સાક્ષાત્ હનુમાનજી ધરતી પર વિરાજે છે અને તેમના ભક્તો ના કષ્ટ દુર કરે છે, જે કોઇ ભક્ત તેમના સાચા મનથી યાદ કરે છે તો તેઓ તેમના ભક્ત નો અવાજ ચોક્કસ સાંભળે છે અને તેમની મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે તરત જ આવે છે,આમ જોયે તો દેશભરમાં મહાબલિ હનુમાનજીણા ઘણા મંદિર હાજર છે જે પોત પોતાનામા વિશેષતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે,તમે લોકોએ આવા ઘણાં મંદિરોની અજાયબીઓની વિશે સાંભળ્યું છે,



પરંતુ મહાબલિ હનમાનજી દેવતાઓમાં સૌથી ઝડપથી પ્રસન્ન થતા દેવતા છે અને તેઑ તેમના ભક્તોનો પૂકર તાત્કાલિક સાંભળીને તેમની અજાયબી દર્શાવે છે.ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામજીએ મહાબલિ હનુમાનજીને, કળયુગ ના અંત સુધી ધર્મની સ્થાપના અને ભક્તોના કલ્યાણ માટે પૃથ્વી પર રહેવા માટે કહ્યું હતું તેથી હનુમાનજીના ભક્તો વર્તમાન સમયમાં તેમની મુશ્કેલીઓ લઇને મહાબલિ હનુમાનજી ના દરબાર જાય છે, આજે આપણે તમને હનુમાનજીના આવા અજાયબી મંદિર વિશે માહિતી આપવાના છીએ કે જ્યા ભક્ત પોતાની મનોકામનાને લઈ જાય છે, તેની ભગવાનની કૃપાથી બધી મનોકામના પૂર્ણ થાય છે.



આજે આપણે તમને જે મંદિર વિશે માહિતી આપવાના છીએ, તે એક મંદિર છે જેમાં મહાબલિ હનુમાનજી,બધા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે,બજરંગબલીનું આ મંદિર મધ્યપ્રદેશ મા ભોપાલ થી 40 કિમી દુર રાયસેન જીલ્લા ના કેગ્રામ મા આવેલુ છે.જે લોકોના આકર્ષણ નુ મુખ્ય કેન્દ્ર બની ગયું છે.ત્યા આખુ વર્ષ ભક્તો ની ભિડ લાગેલી હોય જ છે.આ મંદિર અંદર મંગળવારના દિવસે ભક્ત વધારે સંખ્યામાં આવે છે અને આ મંદિરમાં માથા ટેકાવે છે, અને હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ મંદિરમાં મંગળવારના દિવસે ભંડાર પણ યોજાય છે. ભંડાર પછી સાંજે ભજન પણ થાય છે જ્યારે ભક્તોની મનમોમાન પૂર્ણ થાય છે, ત્યારે ભક્ત આ મંદિરમાં આવે છે,અને હનુમાનજીના દર્શન કરે છે અને આ મંદિરમાં ચાદર,ધજા અને વસ્ત્રો ધરાવવાની પ્રથા છે.



મહાબલિ હનુમાનજીના આ મંદિરનું સંકુલ એક પીપલનું વિશાળ વૃક્ષ છે અને તેની નીચે દક્ષિણમુખી દાદાજીની મૂર્તિ છે. આ મંદિર ની અંદર દૂર દુર થી મંગળવારે અને શનિવારે શ્રધ્ધાળુઓ આવે છે,તેઑ આ મંદિર વિશે જણાવે છે કે જે ભક્ત આ મંદિરમાં પાંચ મંગળવારે,દાદાના દરબારમાં હાજરી આપે છે, તો તેની બધી ઇચ્છાઓ પૂરી થાય છે.આ મંદિર 200 વર્ષ જુનુ છે.તેમા દાદા સ્વયં નિવાસ કરે છે તે ભક્ત તેમની સાધના કરે છે તેના પર દાદા ખુબજ જલ્દી પ્રસન્ન થાય છે અહી આવતા શ્રધ્ધાળુઓ કહે છે કે તેમને પોતાને એવો અનુભવ છે કે તેમના કષ્ટો અહી આવીને દુર થયા છે. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog