Gujarati Article દુનિયામાં ઘણી એવી જગ્યા છે જેને જાણીને લોકો હેરાન થઈ જાય છે અને આવી જગ્યાઓ જાણવા માટે લોકો હંમેશા માટે ઉત્સ...

Gujarati - આ અનોખી હોટલ સુધી પહોંચવા માટે કરવું પડે છે કંઈક આવું



Gujarati Article

દુનિયામાં ઘણી એવી જગ્યા છે જેને જાણીને લોકો હેરાન થઈ જાય છે અને આવી જગ્યાઓ જાણવા માટે લોકો હંમેશા માટે ઉત્સુક પણ રહે છે. જોવા જઈએ તો ઘણા દેશોમાં એવી પણ ઘણી hotel છે જે અજાયબીથી ઓછી નથી. આજે આપણે એક એવી હોટલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે પોતાનામાં એક અદભુત છે હોટલ ચીનમાં સ્થિત છે, જે યેલ્લો માઉન્ટ પર બનેલી છે. હોટલની ખાસ વાત એ છે કે અહીં સુધી પહોંચવા માટે લોકોને લગભગ 60000 સીડીઓ ચઢવી પડે છે.



તમે આ સાંભળીને હેરાન રહી ગયા હશો અને એ જ વિચારી રહ્યા હશો કે આટલી બધી સીડીઓ ચડી ને અહીં કોણ આવતો હશે. પરંતુ અમે તમને કહી દઇએ કે લોકો આ હોટલમાં જવાનું ખૂબ જ પસંદ કરે છે અને લોકો આટલી સીડીઓ ચડી ને પણ ત્યાં જાય છે. આ ફોર સ્ટાર હોટલનું નામ છે ઝેડ સ્ક્રીન હોટલ. જેના વિશે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. કહી દઈએ કે અદ્ભુત હોટલ ૧૮૩૦ મીટર ઉંચાઈ ઉપર સ્થિત છે. હોટલ ઉપર પહોંચતાની સાથે જ હંગ શન માઉન્ટેન રેન્જ નો સુંદર નજારો જોવા મળે છે. જે બધા જ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.



આ દુનિયાની એક માત્ર હોટલ છે જ્યાં તમે એટલી ઉંચાઈએ સીડીઓ ચડી ને જઈ શકો છો. આ ફોર સ્ટાર હોટલમાં બધા પ્રકારની લક્ઝરી સુવિધા અવેલેબલ છે. જેમાં સ્પા અને સ્વિમિંગ પૂલ પણ શામેલ છે. હોટેલ સુધી પહોંચવા માટે જો કોઈ સીડી ચડવાનું નાપસંદ કરે તો કુલી હો તેમને ખુરશી ઉપર બેસાડીને પણ લઇ જઇ શકે છે. અને સાથે જ લોકોને અહીં સુધી પહોંચવા માટે પ્રવાસીઓને કેબલ કાર ની સુવિધા પણ આપવામાં આવેલી છે.



તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો


0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog