Gujarati Article ઇંગ્લેન્ડના ન્યૂકેસલ વિસ્તારમાં એક બાર ની બહાર બે દિવસ પહેલા એક અનોખો નજારો જોવા મળ્યો. આ બારમાં એક ગરીબ દેખાઇ ...

Gujarati - એક વ્યક્તિએ માંગી મદદ અને અજાણ્યા યુવકે આપી દીધું તેમનું એટીએમ અને પીન



Gujarati Article

ઇંગ્લેન્ડના ન્યૂકેસલ વિસ્તારમાં એક બાર ની બહાર બે દિવસ પહેલા એક અનોખો નજારો જોવા મળ્યો. આ બારમાં એક ગરીબ દેખાઇ રહેલો વ્યક્તિ એક વ્યક્તિને ત્યાં મળવા આવ્યા છે અને તેને રસિદ સહિત એક બેંક કાર્ડ આપે છે અને ખબર પડે છે કે આ કાર્ડ આપનાર વ્યક્તિ ઘર વગરનો એક વ્યક્તિ હતો. જેણે આ વ્યક્તિ પાસે થોડા પૈસા માંગ્યા હતા અને તે અજાણ્યા વ્યક્તિએ પોતાનું એટીએમ કાર્ડ તેમને આપી દીધું હતું અને તેણે કહ્યું હતું કે તે પોતે જ તેમાંથી પૈસા કાઢી લે ત્યારબાદ તે ઘર વગરના વ્યક્તિએ 20 પાઉન્ડ કાઢ્યા અને તેને એટીએમ કાર્ડ સ્લીપ સાથે તે યુવકને પાછું આપી દીધું. આ ઘટના સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે . 



ડેલીમેલ અને મિરર પ્રમાણે જેક ફેડા નામના એક ફેસબુક યુઝરે પોતાના પેજ ઉપર આ ઘટનાનો વીડિયો શેર કર્યો. જેમાં જોવા મળે છે કે એક દાઢીવાળો વ્યક્તિ બાર ની બહાર બેસેલા એક યુવક પાસે આવે છે અને તેમને બેંકનું કાર્ડને સ્લીપ પાછી આપે છે. તેના વિશે ખબર મળી કે તે એક બિલ્ડર છે અને તે દરમિયાન તે રજા ઉપર હતો અને પાસેના નાઈટ ક્લબમાં આવેલો હતો.



તેમણે કહ્યું કે હંમેશા જોવા મળે છે કે આ વિસ્તારમાં ઘણા ઘર વગરના લોકો રસ્તા ઉપરથી પસાર થયેલા લોકો પાસે પૈસા માંગતા રહે છે. તે દિવસે બારમાં થોડા યુવકો એક ગ્રુપ માં બેઠા હતા જ્યારે તે વ્યક્તિ આવ્યો અને છૂટા પૈસા માંગવા લાગ્યો ત્યારે તેમાં બેસેલા એક યુવકે કહ્યું કે અત્યારે તેમની પાસે કશું જ નથી અને કાર્ડ અને પીન નંબર આપીને પોતાના માટે 20 પાઉન્ડ કાઢી લેવાનું કહ્યું. 



જેકને આ ખૂબ જ દિલચસ્પ લાગ્યું અને પોતાના મોબાઇલ ફોન કાઢ્યો અને કેમેરો ઓન કર્યો અને આ બધી જ ઘટના ને રેકોર્ડ કરવા લાગ્યો. થોડી વાર પછી આ યુવક પાછો ફર્યો અને તે અજાણ્યા વ્યક્તિને પોતાનું બેંક કાર્ડ અને સ્લીપ સાથે પાછું આપી દીધું. આ વીડિયોને પોસ્ટ કર્યા પછી એક દિવસમાં દોઢ લાખથી પણ વધુ લોકોએ તેને જોયો અને ઘણા લોકોએ તેમાં કમેન્ટ પણ કરી. વધુ લોકોએ કાર્ડ આપવાવાળા અને પાછું આપવા વાળા બંને ના ઘણાં વખાણ કર્યા. 



તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog