Gujarati Article એક વેપારી સમુદ્રના રસ્તે થી બીજા દેશોમાં જઈને પોતાનો વેપાર કરતો હતો પરંતુ તેને તરતા આવડતું ન હતું. તેમના થોડા સ...

Gujarati - એક વેપારી સમુદ્રના રસ્તાથી બીજા દેશ જઈને વેપાર કરતો હતો એક દિવસ સમુદ્રમાં તોફાન આવ્યું, વેપારી ડબ્બા બાંધીને સમુદ્રમાં કૂદી ગયો



Gujarati Article

એક વેપારી સમુદ્રના રસ્તે થી બીજા દેશોમાં જઈને પોતાનો વેપાર કરતો હતો પરંતુ તેને તરતા આવડતું ન હતું. તેમના થોડા સાથીઓએ તેમને બતાવ્યું કે તું તરવાનું નથી જાણતો જો રસ્તામાં કોઈ પણ જગ્યાએ તુફાન આવી જાય અને તારું જહાજ ડૂબી જાય તો તારી જાન જઈ શકે છે. તારે તારી જાન બચાવવા માટે તરવાનું શીખવું પડશે.

વેપારીને પોતાના સાથીઓની વાત સાચી લાગી પરંતુ તેમની પાસે તરવાનું શીખવા માટે એટલો સમય ન હતો તેમના સાથીઓએ તેમને એક ઉપાય કહ્યો જ્યારે પણ તું યાત્રા કરે ત્યારે તું પોતાના જહાજમાં ખાલી ડબ્બા રાખી લેજે અને જ્યારે પણ તુફાન આવે તો ડૂબે તો તું તે ખાલી ડબ્બા ને પોતાના શરીર સાથે બાંધી દેજે અને કુદી જજે આવું કરવાથી તારી જાન બચી જશે.



વેપારીને તેમના સાથીઓ દ્વારા કહેવામાં આવેલો આ ઉપાય ખૂબ જ સુંદર લાગ્યો જ્યારે તે સમુદ્ર યાત્રા કરવા ગયો હતો તો તેણે પોતાના જહાજમાં ખાલી ડબ્બા રાખી લીધા. જ્યારે તે યાત્રા કરીને પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને સમુદ્રમાં તોફાન આવ્યો જે લોકો તરવાનું જાણતા હતા તે લોકો કૂદી ગયા પરંતુ વેપારી જહાજ માં ફસાઈ રહ્યો ત્યારે તેમને તેમના મિત્રોને યાદ આવી ગઈ.



તેણે એક ડબ્બામાં સામાન વેચીને જે પૈસા કમાયો હતો તેને રાખી લીધા અને ડબ્બાને ની સાથે બાંધીને કુદી ગયો પરંતુ તે  ભારે હોવાના કારણે વેપારી ડૂબી ગયો અને તેની મોત થઈ ગઈ. 

આ વાર્તાની શીખ

જિંદગીમાં ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય છે જ્યારે આપણે એ સમજી નથી શકતા કે આપણે શું કરવું જોઈએ. આપણે ફક્ત પૈસા કમાવાની ચાહ છે જેના કારણે આપણે શું હોઈએ છીએ ખબર જ નથી પડતી. આપણી પાસે મિત્રો છે સંબંધીઓ છે અને પરિવાર ના લોકો માટે આપણી પાસે સમય નથી હોતો. પરંતુ જ્યારે આપણને આ વાતનો પસ્તાવો થાય છે. ત્યારે બધું જ સમાપ્ત થઇ જાય છે એટલા માટે તમે આજે એજ નિર્ણય લઈ લો કે તમારા માટે પૈસા અથવા તો જિંદગી થી વધુ શું મહત્વપૂર્ણ છે. 


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog