Gujarati Article આજે આપણે આર્ટીકલ દ્વારા એટલાન્ટિક મહાસાગરમાં રહસ્ય બનેલા બરમુડા ટ્રાયેંગલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કેમકે વૈજ્...

Gujarati - 200 જહાજ અને હજાર લોકો ને ગળી જનાર બરમુડા ટ્રાયેંગલ નું રહસ્ય ખુલ્યું



Gujarati Article

આજે આપણે આર્ટીકલ દ્વારા એટલાન્ટિક મહાસાગરમાં રહસ્ય બનેલા બરમુડા ટ્રાયેંગલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કેમકે વૈજ્ઞાનિકોએ આના ઉપરથી પરદો હટાવી દીધો છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ ક્ષેત્રમાં જહાજો અને વિમાનનો લાપતા થવાની પાછળ હેક્ઝા ગોનલ વાદળો કારણભૂત છે. જેમાં પાછલા સો વર્ષોમાં 75 વિમાન અને સૌથી વધુ નાના મોટા જહાજો ગાયબ થઇ ચૂક્યા છે.



તેના ચાલતાં લગભગ હજાર થી પણ વધુ લોકોની મૃત્યુ થઈ ચૂકી છે લગભગ તમને ખબર ના હોય તો કહી દઈએ કે આ દુનિયા ની સૌથી રહસ્યમય જગ્યા છે જેનું નામ બરમુડા ટ્રાયેંગલ અને તે એ વિસ્તાર છે જેમની આજુબાજુ થી પસાર થતી હર એ વસ્તુ રહસ્યમય રીતે અચાનક ગાયબ થઈ જાય છે.



તમને કહી દઇએ કે અહીં પ્લેન હોય કે જહાજ બરમુડા ટ્રાયેંગલ ના આસપાસ જે કોઈપણ જાય છે તે હંમેશા માટે ગાયબ થઈ જાય છે. 



આની પાછળના સેટેલાઈટ એ ધરતી ની થોડી તસવીરો ખેંચી જે બરમુડા ટ્રાયેંગલ ના રહસ્ય પરથી પરદો હટાવી શકે છે અને નાસ એ તેમાં એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત બરમુડા ટ્રાયેંગલ ના ઉપર રહેલા વાદળો ની તસવીર પણ લીધી છે. 



જ્યારે એ વૈજ્ઞાનિકોએ આ તસવીર જોઈ ત્યારે તે પણ ચોંકી ગયા કેમકે બરમુડા ટ્રાયેંગલ ઉપર રહેલા વાદળો સામાન્ય વાદળો કરતા બધી જ રીતે અલગ હતા.  આ સેટેલાઇટની તસવીરોમાં સાફ દેખાઈ રહ્યું છે કે બરમુડા ટ્રાયેંગલ ઉપર રહેલા વાદળો માં થોડાક વાદળો આકાર હેકઝાગોંનલ એટલે કે ષષ્ટકોણ જેવા દેખાય છે. પરંતુ વૈજ્ઞાનિકોની માનીએ તો વાદળો આવા નથી હોતા. 



સેટેલાઈટ ની આ તસવીરો થી ખબર પડે છે કે ષષ્ટકોણ જેવા દેખાઈ રહેલા આ વાદળો ની નીચે ૨૭૪ કિલોમીટર પ્રતિ કલાક થી તોફાની હવા ચાલી રહી છે અને આ તોફાની હવા આકાશમાં લગભગ ૪૫ ફૂટ ઉંચી લહેરો બનાવે છે જેને વૈજ્ઞાનિકોએ તેમનું નામ એર બોમ્બ રાખ્યું છે. 



બરમુડા ટ્રાયેંગલ ના રહસ્ય ઉપર દુનિયામાં લોકો અલગ-અલગ વાત કરે છે જેવીકે બરમુડા ટ્રાયેંગલ ની તાકાત ની પાછળ એલિયન છે પણ થોડા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બરમુડા ટ્રાયેંગલ વાળી જગ્યા પર સમુદ્ર નીચે મિથેન ગેસ નો રિવાસ થઈ રહ્યો છે જેના કારણોસર ત્યાં ખાસ પ્રકારનો ગ્રેવિટેશન ફોર્સ બને છે જેના કારણે તેમની આજુબાજુ બધી જ વસ્તુઓ તેમના તરફ ખેંચાઈ જાય છે. 



એવામાં તમને એ કહી દઈએ કે રહસ્યમય તાકાતો થી ભરેલો આ બરમુડા ટ્રાયેંગલ વર્ષ 1609 માં પહેલીવાર ચર્ચામાં ક્યારે આવ્યો હતો જ્યારે અહીંથી પસાર થઇ રહેલું અંગ્રેજી જહાજ ધ સી વેન્ચર્સ અચાનક ગાયબ થઈ ગયું હતું. ત્યારબાદ જે પણ વિમાન અને જહાજ સમુદ્રમાં આ જગ્યા ઉપર આવે છે ત્યારે તે હંમેશા માટે ગાયબ થઈ જાય છે. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog