Gujarati Article વર્તમાન સમય માં ટેક્નોલોજી અને સાઈંસ એ આપણી જિંદગી ને ખુબજ સરળ બનાવી દીધી છે. આજે કોઈ પણ કાર્યને કરવા માટે...

Gujarati - જાપાન માં શા માટે જીવે છે લોકો લાંબી ઉમર સુધી જાણો તેની પાછળ નું કારણ



Gujarati Article

વર્તમાન સમય માં ટેક્નોલોજી અને સાઈંસ એ આપણી જિંદગી ને ખુબજ સરળ બનાવી દીધી છે. આજે કોઈ પણ કાર્યને કરવા માટે કોઈ પણ શારીરિક બળ પ્રયોગ નથી કરવો પડતો. જેના કારણે ઘણી બધી બીમારીઓ જેવી કે મોટાપા, ડાયાબીટીશ, માઈગ્રેશન, હાર્ટ અટેક અને કેન્સર જેવી બીમારીઓ માણસ ને ઘેરી લેઇ છે. એવા માં જો આપણે જાપાન દેશ ની વાત કર્યે તો જાપાન ટેક્નોલોજી માં એટલું આગળ છે કે એટલું હોવા છતાં પણ સૌથી સેહતમંદ દેશો ની શ્રેણી માં ગણવામાં આવે છે.



છેલ્લા થોડા વર્ષો થી મેલબર્ન ની એક યુનિવર્સીટી ના દ્વારા એક સર્વે કરવામાં આવ્યું. જેનાથી ખબર પડી કે જાપાન માં 50000 થી વધુ લોકો એવા છે જેની ઉમ્મર 100 વર્ષ થી પણ વધુ છે. આના સિવાય જાપના માં મોટાપા જેવી સમસ્યા પણ ખુબજ ઓછી છે. અને તેમ છતાં પણ જાપાન નું  ટેક્નોલોજી માં દુનિયામાં સૌથી આગળ છે તેમ છતાં પણ લોકો પોતાનું સ્વાસ્થ્ય સારું રાખે છે. તો ચાલો જાણીએ જાપાન ના લોકોનું એટલું સ્વસ્થ રહેવા પાછળ નું કારણ 

ચા પીવાની રીત



તમને કહી દઈએ કે જાપાન માં ચા ને સૌથી વધુ ફેવરેટ માનવામાં આવે છે. દિવસભર માં જાપાન ના લોકો અલગ અલગ પ્રકાર ની ચા પીવે છે. સૌથી વધુ લોકો અહીં ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે. જાપાન માં લગભગ 100 પ્રકાર ની ચા નું ઉત્પાદન કરવામાં આવે છે. જે હાડકાથી લઈને વાળ અને અંદર ની તાકાત ને વધુ મજબૂત કરે છે. અને તેની સાથેજ તે ખુબજ માત્રા માં એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર હોય છે.

ચાલીને જવું




જાપાન માં લોકો સૌથી વધુ ચાલીને જવાનું પસંદ કરે છે. કોઈ પણ કામ હોય અહીંના લોકો ચાલીને જવું વધુ પસંદ કરે છે એ ત્યાંના લોકોની એક લાઈફસ્ટાઇલ બની ચુકી છે. જોવા જઈએ તો જાપાન માં લોકો પાસે સુવિધાની ઉણપ નથી તેમ છતાં પણ ત્યાંના લોકો પોતાને સ્વસ્થ રાખવા માટે ચાલીને જવું વધારે પસંદ કરે છે.

જાપાન ના લોકોનું ખાવાનું પીવાનું



જાપાન ના લોકો હળવો ખોરાંક ખાવાનું વધુ પસંદ કરે છે. તેમના ખાવામાં સુગર ની માત્રા ખુબજ ઓછી હોય છે. એમના કારણે તે હળવો ખોરાક ખાવાનું પસંદ કરે છે અને તેના કારણે તેમને મોટાપા અને ડાયાબીટીશ જેવી બીમારીઓ ઓછી થાય છે. જાપાન ના લોકો વધુમાં જળ માંથી મળી રાહતો ખોરાક ખાવાનું વધુ પસંદ કરે છે. જાપાન માં સમુદ્ર માં રહેલા છોડ તેમજ તેમાં રહેતા જીવ વધુ ખાવાનું પસંદ કરે છે.

સાફ સફાઈ 



જાપાન દુનિયાભર માં સાફસફાઈ માટે ખુબજ આગળ રહે છે. અને તે લોકો બીજા દેશમાં જાય છે તો પણ તે સાફ સફાઈ ઉપર વધુ ધ્યાન આપે છે કેમ કે જાપાન ના લોકોનું એવું માનવું છે કે સાફ સફાઈ રહેશે તો તંદુરસ્ત રહીશું.

શરીર નું ચેકઅપ



જાપાન ના લોકો ખાવાની નું ધ્યાન રાખવાની સાથે સાથે પોતાના શરીર નું પણ ધ્યાન એટલુંજ રાખે છે અને સાથે સાથે તે પોતાના શરીર નું ચેકઅપ કરાવતા રહે છે. અહીંના લોકો મહિનામાં એકવાર ચેકઅપ કરવાનું વધુ પસંદ કરે છે. જેના કારણે તેમના સ્વાથ્ય વિષે વધુ જાણકારી રહે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog