Gujarati Article શ્રીમદ્ ભગવત ગીતામાં જીવનનો સાર છુપાયેલો છે. જો કોઈ વ્યક્તિ ગીતાના જ્ઞાનનો પોતાના જીવનમાં ઉતારી લે તો તે કોઈપણ ...

Gujarati - વ્યક્તિની બધી જ સમસ્યાનું સમાધાન છુપાયેલું છે આ શ્રીમદ્ ભગવત ગીતાના ત્રણ ઉપદેશોમાં



Gujarati Article

શ્રીમદ્ ભગવત ગીતામાં જીવનનો સાર છુપાયેલો છે. જો કોઈ વ્યક્તિ ગીતાના જ્ઞાનનો પોતાના જીવનમાં ઉતારી લે તો તે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે અને તેવા વ્યક્તિને કોઈ પણ હરાવી નથી શકતું. 



ગીતાના પૂર્ણજ્ઞાન ને પોતાના જીવનમાં ઉતારવું એ બધાની વાત નથી પરંતુ ગીતાના ઘણા ઉપદેશ એવા છે જેને બધાજ વ્યક્તિઓએ અપનાવવા જોઈએ. જો વ્યક્તિ ગીતાના આ પ્રમુખ ઉપદેશો ને પોતાના જીવનમાં ઉતારી લે તો વ્યક્તિને જીવનની બધી સમસ્યાનો હલ મળી જાય છે અને તેમનું જીવન સુખ પૂર્ણ વ્યતીત થાય છે. ગીતા ના આ પ્રમુખ ઉપદેશ કયા છે તે ચાલો જાણીએ.

માણસનો સૌથી મોટો શત્રુ હોય છે પોતાનો ગુસ્સો. જો વ્યક્તિ પોતાના ગુસ્સાને નિયંત્રણ કરવાનું શીખી જાય તો તે ઘણી મુશ્કેલીઓથી બચી શકે છે.



ગીતામાં કહેવામાં આવ્યું છે કે ક્રોધ વ્યક્તિની બુદ્ધિ ને નષ્ટ કરી દે છે. જે મનુષ્ય ના પતનનું કારણ બને છે. આ કારણસર વ્યક્તિને ક્રોધના કરવો જોઈએ.

ગીતામાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વાતને લઈને સંદેહ ન કરવો જોઈએ. જે લોકો સંદેહ અથવા તો શંકા કરે છે તે ક્યારેય ખુશ નથી રહી શકતા. જે થઈ રહ્યું છે તે વ્યક્તિના વશમાં નથી હોતું અને ના તો તે તેને બદલી શકે છે એટલા માટે વ્યક્તિએ પોતાના મનમાં સંદેહ અને શંકાને જગ્યા ન દેવી જોઈએ.



માણસનો દુઃખનું સૌથી મોટું કારણ હોય છે કે કામને કરતા પહેલા તે તેના પરિણામ વિશે વિચારે છે અને તે પરિણામ માણસને કંઈ પણ કરતા રોકી શકે છે. ગીતામાં કહેવામાં આવ્યું છે કે કર્મ કરતા રહો ફળની ઇચ્છા ના કરો જો તમે મન લગાવીને કર્મ કરતા રહો છો હતો ઈશ્વર તેમનું ફળ અવશ્ય દે છે. જો કોઈપણ વ્યક્તિ ગીતાના ઉપદેશને પોતાના જીવનમાં ઉતારી લે તો તેને આગળ વધતાં કોઈ નથી રોકી શકતો.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો.

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog