Gujarati Article  દેશભર માં નવરાત્રી ખુબજ ધૂમ ધામથી માનવામાં આવે છે. દેશભર માં માં દુર્ગા ના ઘણા અલગ અલગ રૂપ છે અને તે અલગ અલગ ર...

Gujarati - એક એવું મંદિર જ્યાં દેવી સિંહ ઉપર સવાર થઈને પ્રસાદ ગ્રહણ કરવા આવે છે.



Gujarati Article 

દેશભર માં નવરાત્રી ખુબજ ધૂમ ધામથી માનવામાં આવે છે. દેશભર માં માં દુર્ગા ના ઘણા અલગ અલગ રૂપ છે અને તે અલગ અલગ રૂપ થી બિરાજમાન પણ છે. એવુજ એક દુર્ગા માં નું એક અલોકિક રૂપ જાંજગીર-ચાપા જિલ્લા ના ગામ હાર્ડી સ્થિત મહામાયા દેવી મંદિર માં છે, હર વર્ષે નવરાત્રી માં સપ્તમી માં આ મંદિર માં માં મહામાયા નો ચમત્કાર જોવા માટે શ્રદ્ધાળુ દૂર દૂર થી અહીં આવે છે. નવરાત્રી માં સપ્તમી ના દિવસે આ મંદિર માં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. માતા ના મંદિર માં  પૂજારી જમીન ઉપર લોટ ને ફેલવે છે અને તેના ઉપર પાન ઉપર મેવા નો ભોગ લગાવીને મંદિર ને એક કલાક સુધી બંધ કરવામાં આવે છે.



એક કલાક પછી જયારે મંદિર ને ખોલવામાં આવે છે તો ત્યાં માં મહામાયા ની ઉપસ્થિતિ નું પ્રમાણ મળે છે. જમીન પર ફેલાવેલો લોટ માં સિંહ ના પંજા અને તેની સાથેજ કન્યા ના નિશાન પણ જોવા મળે છે. સાથેજ ત્યાં ધરવામાં આવેલા પ્રસાદ માં થોડો ભોગ ઓછો પણ જોવા મળે છે. આ વર્ષ પણ સપ્તમી એ આવોજ ચમત્કાર જોવા મળ્યો. માં મહાકાય ચઢાવામા આવેલો પ્રસાદ માં થી માં એ એક પાન નું પત્તુ અને થોડું ગ્રહણ કરેલું હતું. જયારે મંદિર નો દરવાજો ખોલવામાં આવ્યો તો એક પાંદડું અને પ્રસાદ ઓછો હતો. અને તેની સાથેજ લોટ માં પંજાના નિશાન પણ જોવા મળ્યા.



અકલતરા વિકાખંડ ના ગામ હરદી માં માં મહામાયા નું મંદિર સ્થિત છે. ગ્રામીણો અનુસાર પાછળ ના ઘણા દર્શકો થી સપ્તમી ની મોડી રાતે લોકો જયારે મંદિર ની બહાર ભજન કીર્તન માં ડૂબેલા હોય છે તે સમયે માં મહાકાયા સિંહ ઉપર સવાર થઇ ને સાક્ષાત રૂપ માં મંદિર ના ગર્ભગૃહ માં પહોંચે છે.



સપ્તમી ના દિવસે મંદિર માં પૂજા રાત 11 વાગ્યા સુધી ચાલુ રહે છે. ત્યાર બાદ થોડા સમય માટે ટ્રસ્ટ દ્વારા મંદિર ના બધાજ પટ બંધ કરવામાં આવે છે. રાત્રે 12 વાગ્યા પછી જયારે મંદિર નો પટ ખોલવામાં આવે છે તો માતા ની પ્રતિમા ની સામે ફર્શ ઉપર સિંહ ના પંજાના નિશાન જોવા મળે છે. જેની ઝલક જોવા માટે શ્રદ્ધાળુ ની ભીડ તૂટી પડે છે. મંદિર ના પૂજારી જીતેન્દ્ર પડ્યાયે કહ્યું કે સિંહ ક્યાંથી આવે છે જેની જાણકારી આજ સુધી કોઈને નથી થઇ. જે સમયે માતા સિંહ ઉપર સવાર થઈને ગર્ભગૃહ માં પ્રવેશ કરે છે. તે સમયે દરવાજા બંધ રહે છે. એવામાં મંદિર ની અંદર કોઈ વ્યક્તિ પહોંચી શકે એવો જોઈ રસ્તો પણ નથી.

તે કહે છે કે સપ્તમી ની રાત્રે થતો આ ચમત્કાર ક્યારથી થઇ રહ્યો છે તથા તેની પાછળ માતા ની શું ઈચ્છા છે. તે વિષે સ્પષ્ટ કરવું એ સંભવ નથી. પરંતુ સત્ય એ છે કે મંદિર માં સિંહ ના પદ ચિન્હ બનવાનો આ બનાવ ઘણા દશકો થી ચાલુ છે. મહામાયા મંદિર પરિસર માં ભોલે ભંડારી, માં દુર્ગા, રામ-જાનકી, સાઈબાબા સહીત અન્ય દેવી દેવતા સ્થાપિત  છે, જે પોતાના ભક્તો ની મનોકામના પૂર્ણ કરે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog