Gujarati Article આજે અમે તમને જે વ્યક્તિ વિષે કહેવા જઈ રહ્યા છીએ તેમનું નામ છે સઇદ મકસુસી. તે હૈદરાબાદ માં રહે છે. દરરોજ ઘર વગરન...

Gujarati - આ ને કહે છે ગરીબો નો ભગવાન, 400 લોકોને રોજે કરાવે છે ભોજન, જાણો તેની પાછળ નું કારણ...



Gujarati Article

આજે અમે તમને જે વ્યક્તિ વિષે કહેવા જઈ રહ્યા છીએ તેમનું નામ છે સઇદ મકસુસી. તે હૈદરાબાદ માં રહે છે. દરરોજ ઘર વગરના લોકો, ભિખારી, કચરો લેવા વાળા વ્યક્તિ તેમજ મજુર ને સઇદ ની રાહ હોય છે. કારણ એ છે કે સઇદ દરરોજ 400 લોકોને ભરપેટ ભોજન કરાવે છે. સઇદ એ આ કામ ની શરૂવાત 2012 માં કરી હતી અને આ કામ ત્યારથી લઈને આજ સુધી ચાલુ છે.



પિતાના મૃત્યુ પછી તેમનો પરિવાર ને ઘણીવાર ભૂખ્યા પેટે સૂવું પડ્યું છે. પરિવાર ની જિમ્મેદારી તેમના ઉપર આવતાની સાથેજ તેમને નાની ઉમરમાંજ કામ કરવાનું શરુ કરી દીધું હતું. એક દિવસ જયારે તે કામ કરીને પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેમની નજર એક મહિલા ઉપર પડી જે ભૂખ્યા પેટ એ પોતાના બાળકો સાથે રસ્તાના કિનારે બેઠી હતી અને ખાવા માટે લોકો પાસે પૈસા માંગી રહી હતી.નજર પડતા ની સાથેજ તે મહિલા પાસે ગયા અને તેમના પૈસા થી તેમને ખાવાનું આપ્યું. ખાવાનું ખવરાવ પછી તેને તે મહિલા ના ચહેરા ઉપર એક અજબ ની ખુશી જોવા મળી જે તેના દિલ ને અડી ગઈ.



ત્યારબાદ તેને એ નક્કી કરી લીધું કે તે રોજે ભૂખ્યા લોકોને ભીજ્ન કરાવશે. તે બધાના ચહેરા ઉપર તેવીજ ખુશી લાવશે જેવી ખુશી તે મહિલા ના ચહેરા ઉપર જોઈ હતી.


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog