Gujarati Article દેશભર માં ઠગ જેવા અપરાધો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે, એવામાં જાજો શિકાર મહિલા થતી હોય છે. છત્તિસગઠ માં એક ...

Gujarati - ફેસબુક પર થયો પ્રેમ,વગર ચહેરો જોયે આપી બેઠી 10લાખ રૂપિયા, જયારે સામે આવ્યો બોયફ્રેન્ડ તો...




Gujarati Article

દેશભર માં ઠગ જેવા અપરાધો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે, એવામાં જાજો શિકાર મહિલા થતી હોય છે. છત્તિસગઠ માં એક એવો કિસ્સો સામે આવ્યો જ્યાં એક લગ્ન થઇ ચુકેલી મહિલા તેમનો શિકાર બની ગઈ. કહેવામા આવી રહ્યું છે કે મહિલાનો પતિ કારોબારી છે અને તે જાજો સમય ઘરની બહાર રહે છે. વાત કંઈક એવી છે કે ફેસબુક ચલાવતા સમયે મહિલા ની દોસ્તી એક ખુબસુરત અંગ્રેજ યુવક સાથે થઇ ગઈ. પ્રોફાઇલ ફોટો માં સોનેરી વાળ, ધોળો રંગ અને બોડી વાળું શરીર જોઈને મહિલા તેમના ઉપર ફિદા થઇ ગઈ અને થોડો સમય પછી તેમનો ફેસુબુક પ્રેમ શરુ થઇ ગયો.

વાતચીત દરમિયાન સ્ટીફન એ તેમને લગ્ન કરીને તેને બ્રિટેન લઇ જવાનું કહ્યું. મહિલા સંપૂર્ણ રીતે તેમનામાં આવી ગઈ. ત્યારબાદ સ્ટીફન એ ધીમે ધીમે મહિલા પાસે તેમનો પાસબુક,વિસા વગેરે બનાવવા માટે પૈસા ની ડિમાન્ડ કરવા લાગ્યો અને મહિલા એ પૈસા આપવાના પણ શરુ કરી દીધા. તે અલગ અલગ રીતે તેમના ફેસબુક પ્રેમ ને 10 લાખ રૂપિયા આપી ચુકી હતી. સ્ટીફન એ તે મહિલા ને કહ્યું કે તે તેને પ્લેન દ્વારા લેવા માટે આવશે પરંતુ મહિલા રાહ જોતી રહી ગઈ અને સ્ટીફન ના આવ્યો.



ત્યારબાદ થોડો સમય પછી તેને બીજીવાર મહિલા સાથે વાત કરી અને પૈસા ની ડિમાન્ડ પણ કરી. તેના ઉપર મહિલા ને થોડો શક થયો અને તેણે પૈસા આપવા માટે ના કહી દીધી. ત્યારબાદ સ્ટીફન ને મહિલા ને ધમકાવાનું શરુ કર્યું અને તેમની ફોટો ને સોસીયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપી. તેના થી મહિલા ડરી ગઈ ને બધીજ જાણકારી તેમના પતિ ને આપી.



ત્યારબાદ પતિ એ સિવિલ લાઈન થાણા માં આ ગુનો દર્જ કરાવ્યો. પુલીસ ને એ ખબર પડી કે સ્ટીફન બનીને મહિલા ને ફસાવવા વાળાનું સાચું નામ ચાર્લી મંગાને ફ્રાંજ સીન છે અને તે નાયજીરિયા નો નાગરિક છે. ચાર્લી તેમની ગર્લફ્રેન્ડ લિન્ડા સાથે દિલ્લી માં રહે છે. પોલીસે છાપો મારીને બંને ની ધરપકડ કરી છે. બંને ને સોમવારે રાયપુર કોર્ટ માં લાવવામાં આવ્યા. જયારે તેને ફેસબુક વાળા પ્રેમ ને મહિલા ની સામે લાવવા માં આવ્યો ત્યારે તે કોઈ અંગ્રેજ યુવક ન હતો પરંતુ તે એક નાયજીરિયન યુવક હતો. તેને જોઈને મહિલા સંપૂર્ણ રીતે હેરાન થઇ ગઈ હતી.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog