Gujarati Article  જોવા જઈએ તો પ્રધાનમંત્રી મોદીના લાખો પ્રશાંશક છે પરંતુ થોડા એવા છે જે અનોખા છે. એવા જ પ્રશંસકો માંથી એક સુધી...

Gujarati - મોદીને વોટ માટે રજા ના મળી તો ઓસ્ટ્રેલિયામાં સારી એવી નોકરી છોડીને ભારત આવી ગયો..



Gujarati Article 

જોવા જઈએ તો પ્રધાનમંત્રી મોદીના લાખો પ્રશાંશક છે પરંતુ થોડા એવા છે જે અનોખા છે. એવા જ પ્રશંસકો માંથી એક સુધીન્દ્ર હેબાર પણ છે. 

સુધીન્દ્ર લોકસભા ચૂંટણી દરમ્યાન પ્રધાનમંત્રી મોદીને વોટ દેવા માંગતો હતો. જ્યારે તેણે વોટિંગના દિવસે રજા ના મળી તો તે ઓસ્ટ્રેલિયામાં પોતાની સારી એવી નોકરી છોડીને ભારત પાછો આવી ગયો. 



ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પ્રમાણે કર્ણાટક ના રહેવાવાળા સુધીન્દ્ર એક સિડની એરપોર્ટ પર સ્ક્રિનિંગ ઓફિસર ના પદ ઉપર કાર્યરત હતો. સુધીન્દ્ર ભારત આવીને પ્રધાનમંત્રી મોદીને વોટ દેવા માંગતો હતો. જ્યારે તેમને વોટિંગના દિવસે રજા ના મળી તો તે પોતાની નોકરી છોડીને જ ભારત પરત આવી ગયો. 

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં સુધીરે કહ્યું કે જ્યારે મેં રજાનું આવેદન કર્યું તો 5 એપ્રિલ થી 12 એપ્રિલ સુધી છુટ્ટી મળી અને આગળના  થોડા મહિનામાં ઇસ્ટર અને રમઝાનની કારણે વધુ રજા ના મળી શકી. હું કોઈપણ હાલતમાં વોટ કરવા માંગતો હતો એટલા માટે મેં ત્યાં નોકરી છોડી ને પાછું આવવાનું સારું સમજ્યું. 



સુધીન્દ્ર એ સાથે કહ્યું કે નોકરી ના દરમિયાન મારી સાથે ઘણા દેશોના લોકો કામ કરે છે. જ્યારે તે કહેતા હતા કે ભારતનું ભવિષ્ય ખૂબ જ સારું છે. ત્યારે મને ગર્વ મહેસૂસ થતો હતો. મેં ભારતની બદલતી આ તસવીર અને કામયાબી નો શ્રેય  પ્રધાનમંત્રી મોદી ને આપું છું. હું બોર્ડર ઉપર જઈને લડી તો નથી શકતો પરંતુ વોટ નાખીને એક વોટરનું ફરજ જરૂરથી નિભાવીશ. 

નોકરી છોડ્યા પછી સુધીન્દ્ર એ કહ્યું કે હું ઓસ્ટ્રેલિયામાં પર્મનેન્ટ રેસિડેન્ટ કાર્ડ હોલ્ડર છું. આની પહેલા પણ સિડની ના રેલવે વિભાગમાં કામ કરી ચૂક્યો છું એટલા માટે બીજી નોકરી શોધવામાં મને વધુ તકલીફ નહીં પડે. 



ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના પ્રમાણે સુધીન્દ્ર 17 એપ્રિલ 2014 લોકસભા ચૂંટણી ના દરમ્યાન મતદાન કરવા ભારત આવ્યા હતા. મતદાન પછી તે સિડની પાછા ચાલ્યા ગયા. આ વખતે સુધીન્દ્ર 23 મે રિઝલ્ટ આવ્યા પછી સિડની પાછા ફરશે. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog