Gujarati Article ગરમ હવા વચ્ચે બાઈક ચલાવીને જવું એ કોઈ જોખમ થી ઓછું નથી. આ વાત એ લોકો જ સમજી શકે છે જેને કોઈ કારણવશ સફર કરવો પડે...

Gujarati - તડકો જોઈને હેલ્મેટ ના પહેરવા વાળા લોકો માટે આવી ગયું છે હવે કૂલર વાળુ હેલ્મેટ



Gujarati Article

ગરમ હવા વચ્ચે બાઈક ચલાવીને જવું એ કોઈ જોખમ થી ઓછું નથી. આ વાત એ લોકો જ સમજી શકે છે જેને કોઈ કારણવશ સફર કરવો પડે છે. 



હવે તમારે પણ ગરમીમાં બાઈક થી આવવા જવા માટે વિચારવું નહીં પડે કેમકે માર્કેટમાં તેમનો એક અજબ મોડ આવી ગયો છે. વાત કઈક એવી છે કે બેંગ્લુરુ સ્થિત એક કંપની હેલ્મેટ માટે એક કુલર બનાવ્યું છે. જે હેલ્મેટમાં લાગ્યા પછી એ.સી નું કામ કરે છે જેનાથી તમે તડકામાં પણ ઠંડી મહેસૂસ કરીને બાઈક ચલાવી શકો છો. 

સૌથી સારી વાત એ છે કે બ્લુ સ્નેપ નામનું હેલ્મેટ કુલર ફક્ત સેકન્ડમાં હેલ્મેટ ને ઠંડુ કરી દેશે. એટલું જ નહીં બેટરીથી ચાલતું આ કુલર ફક્ત રસ્તા ઉપર એસી જેવી ફિલિંગ આપે છે અને સાથે ધૂળ તેમજ ગંદકી ને પણ અંદર આવવાથી રોકે છે. હેલ્મેટ કુલર સાથે તમને એક લિથિયમ લોન નામની બેટરી પણ આપે છે જેને તમે યુએસબી કેબલ ના માધ્યમથી ચાર્જ કરી શકો છો. 



રિપોર્ટ અનુસાર બ્લુ આર્મર એ હેલ્મેટ ને અપડેટ કરતાં તેમનું અપડેટેડ મોડેલ બ્લુ સ્નેપ ટુ કાઢ્યું છે જેમાં ફોર્મ આધારિત ફિલ્ટર લાગેલું છે. તેમાં કુલર નું પાણી સૌથી વધુ સમય સુધી ચાલે છે નવા હેલ્મેટ કુલર ની કિંમત 2299 રૂપિયા છે. જેને તમે વેગા હેલ્મેટ ડીલરશીપ અથવા કંપનીની આધિકારિક વેબસાઇટ પર જઇને ઓનલાઇન ઓર્ડર કરી શકો છો. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog