Gujarati Article તેલુગુ એક્ટ્રેસ સાઈ પલ્લવી વિશે અહેવાલ છે કે તેણે 2 કરોડ રૂપિયાની જાહેરાત ફગાવી દીધી છે. અહેવાલ અનુસાર સાઈએ એક ...

Gujarati - આ એક્ટ્રેસે 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવી દીધી, જાણો શું છે કારણ



Gujarati Article

તેલુગુ એક્ટ્રેસ સાઈ પલ્લવી વિશે અહેવાલ છે કે તેણે 2 કરોડ રૂપિયાની જાહેરાત ફગાવી દીધી છે. અહેવાલ અનુસાર સાઈએ એક મોટી બ્રાન્ડની ઓફર ફગાવી છે જે તેને જાહેરાત માટે 2 કરોડ રૂપિયાની ઓફર કરી રહી હતી. હવે સવાલ એ ઉઠે છે કે આખરે જાહેરાત શેની હતી? તમને જણાવીએ કે સાઈ પલ્લવીને એક ફેસ ક્રીમની જાહેરાતની ઓફર મળી હતી.


વાસ્તવમાં સાઈ પલ્લવનીને પિંપલ્સની સમસ્યા છે અને તેને લાગી રહ્યુ છે કે જો તે આ જાહેરાત કરશે તો તેના માટે સારૂ નથી. જો કે સોશિયલ મીડિયા પર તેના પ્રશંસકોએ કહ્યું કે પિંપલ્સની સમસ્યાથી આટલી મોટી ઓફર ન ફગાવવી જોઈએ. જોકે સાઈ પોતાની વાત પર અડગ છે. હાલમાં જ પલ્લવીએ કોસ્મેટિક્સ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેણે કહ્યું હતુ કે સુંદર દેખાવા ખાતર તે ક્યારેય કોસ્મેટિક્સનો ઉપયોગ નહી કરે.


આ જ કારણ છે કે સાઈએ કોસ્મેટિક્સનો ઉપયોગ ન કરવા તેમજ કોસ્મેટિક્સને સમર્થન ન આપવાનો નિર્ણય કર્યો છે. તેનું માનવુ છે કે કોઈ મેકઅપથી સુંદર નથી બની શકતુ. સાઈની આ વાતો પરથી હાલતો એવું લાગે છે કે, તે કોઈ કોસ્મેટિક્સની જાહેરાત નહીં કરે.



તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....



 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog