Gujarati Article કચોરી ચાટ એક સરળ અને ટેસ્ટી રેસિપી છે. આ એક મશહૂર રેસિપી છે, જેને તમે સરળ રીતે કોઈ પણ રેસ્ટોરેન્ટ અને રસ્તા પર કોઈ ...

Guarati - મોં માં પાણી લાવી દે તેવી કચોરી ચાટ બનાવો ઘરેજ, જાણો તેની સરળ રેસિપી


Gujarati Article


કચોરી ચાટ એક સરળ અને ટેસ્ટી રેસિપી છે. આ એક મશહૂર રેસિપી છે, જેને તમે સરળ રીતે કોઈ પણ રેસ્ટોરેન્ટ અને રસ્તા પર કોઈ સ્ટોલ પર ખાઈ શકો છો. જો તમને પણ ચાટ ખાવાનું પંસદ હોઈ અને મન કરી રહ્યું હોય તો કચોરી ચાટ થી સારું શું હોઈ શકે. તો ચાલો જાણીએ તેને બનાવની રીત.


  • 4 લોકો માટે 
  • બટાકા : 4
  • મેંદો : 1+1/2 કપ 
  • ડુંગળી : 2
  • દહીં : 1+1/2 કપ 
  • જીરા : ચપટીભર 
  • હળદર પાવડર : 1/2 ટેબલ સ્પૂન 
  • લાલ મરચું પાવડર : 1/2 ટેબલ સ્પૂન 
  • ગરમ મસાલા : 1/2 ટેબલ સ્પૂન
  • આમચૂર પાવડર : 1/2 ટેબલ સ્પૂન
  • ચાટ મસાલા : 1 ટેબલ સ્પૂન 
  • સંચળ : 1/2 ટેબલ સ્પૂન
  • આમલી ની ચટણી : 2 ટેબલ સ્પૂન 
  • ખાંડ : 1 ટેબલ સ્પૂન
  • ધાણા ચટણી : 2 ટેબલ સ્પૂન 
  • તીખી સેવ (ભુજીયા સેવ) : 1/2 કપ 
  • પાણી : 1/2 થોડું ગરમ 
  • તેલ : જરૂર પ્રમાણે
  • મીઠું : સ્વાદાનુસાર


  • સૌથી પહેલા બટેકા ને સારી રીતે ધોઈ ને પ્રેશર કુકર માં નખો અને ઉકાળો. જયારે બટાકા ઉકાળ જાય ત્યારે તેને બહાર કાઢીને ઠંડા થવા દો. ત્યારબાદ બટાકાને છીલી ને તેને પીસી નાખો.
  • હવે ડુંગળીને બારીક રીતે કાપી નાખો. સાથેજ ખાંડ ને મિક્સર માં નાખીને પીસી નાખો.
  • ગેસ ઉપર મધ્યમ રીતે એક વાસણ માં પાણી નાખો અને તેને થોડું ગરમ કરો.

  • ગેસ માં મધ્યમ રીતે ચાલુ રાખો અને તેના પર કડાઈ મુકો અને તેમાં તેલ નાખો અને ગરમ થવા દો. જયારે તેલ ગરમ થઇ જાય તો તેમાં જીરું નાખો. જીરું થોડું બ્રાઉન થવા પર તેમાં ડુંગળી નાખો અને તે ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરો.
  • જયારે ડુંગળી ફ્રાય થઇ જાય તો તેમાં પીસેલા બટાકા નાખો અને 5 મિનિટ સુધી તેને હલાવો.
  • ત્યારબાદ તેમાં લાલ મરચું નો પાવડર, હળદર, ગરમ મસાલો, આમચૂર પાવડર અને મીઠું નાખીને 5 મિનિટ સુધી હલાવો. જયારે મસાલો ફ્રાય થઇ જાય ત્યારે ગેસ બંધ કરો અને તેને ઠંડો થવા દો.
  • હવે મેંદા માં થોડું તેલ, મીઠું અને અંદાજ અનુસાર ગરમ પાણી નાખીને લોટ ને ગુંથી નાખો.

  • બાંધેલો મેંદો ને દસ બરાબર ભાગ માં બાહેંચો અને હાથ દ્વારા કટોરી જેવો સેપ બનાવો અને તેમાં બટાકાનો મસાલો ભરો. ત્યારબાદ ભરેલ ગોળી ને બંધ કરો હળવા સાથે તેમાં ચીપટા કરો.
  • મધ્યમ ગેસ પર કડાઈ રાખો અને અને તેમાં તેલ નાખો અને ગરમ કરો. જયારે તેલ ગરમ થઇ જાય તો તેમાં ડુંગળી ની બનેલી કચોરી નાખો અને સોનેરી થાય ત્ત્યાં સુધી ફ્રાય કરો.
  • દહીં ને એક કટોરી માં નાખો અને તેમાં પીસેલી ખાંડ ને સરખી રીતે મિશ્ર કરો.
  • હવે એન સર્વ પ્લેટ લો અને તેમાં કચોરી ને વચ્ચેથી તોડીને રાખો. ત્યારબાદ તેના ઉપર દહીં, સંચળ, ચાટ મસાલો, જીણી કાપેલી ડુંગળી, આમલી ની ચટણી, ધાણા ની ચટણી, ભુજીયા સેવ અને મીઠું નાખો. લો તૈયાર થઇ ગઈ તમારી કચોરી ચાટ, તેને ગર્મ જ સર્વ કરો.
તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog