Gujarati Article મંદિરમાં હિન્દુઓ પરિક્રમા પાછળનું કારણ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મંદિર પરિક્રમા કરવી ખૂબ જ શુભ છે. માન્યતા છે કે...

Gujarati - જાણો હિંદુ મંદિરમાં શા માટે થાય છે પરિક્રમા, આ છે મહત્વ!



Gujarati Article

મંદિરમાં હિન્દુઓ પરિક્રમા પાછળનું કારણ

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મંદિર પરિક્રમા કરવી ખૂબ જ શુભ છે. માન્યતા છે કે, મંદિરની પરિક્રમા કરવાથી વ્યક્તિનું મન શુદ્ધ થાય છે અને તેનામાં હકારાત્મકતા આવે છે. સનાતન ધર્મની પૌરાણિક કથાઓ અનુસાર, એક વખત બધા દેવો અને ભગવાનમાં પોતાને સૌથી મહાન દર્શાવવાની ભીડ લાગી હતી. એવામાં નક્કી થયું કે સૌથી પહેલા પૃથ્વીની પરિક્રમા કરી પાછો આવે તે જ વિજયી થશે.


એવામાં ગણેશ ભગવાને પોતાના માતાપિતાની પરિક્રમા કરી. તેમને જ વિજયી માનવામાં આવ્યા. ત્યારથી એવું માની લેવામાં આવ્યું કે ભગવાનની પરિક્રમા કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે.


ભગવાનની પરિક્રમા કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખો કે હંમેશાં મૂર્તિની જમણી બાજુથી જ પરિક્રમા કરો. શાંત મનથી જયકારા કરતાં ઓછામાં ઓછા 8 વખત ભગવાનની પરિક્રમા કરવી જોઈએ.


મંદિરની પરિક્રમા કરવી માત્ર એક ધાર્મિક રિવાજ નથી, પણ તેની પાછળ વિજ્ઞાન જોડાવાનું પણ એક કારણ છે. માન્યતા છે કે મંદિરમાં રોજ ભગવાનની પૂજા-અર્ચના થાય છે, તેથી ત્યાંનું પર્યાવરણ ખૂબ જ સકારાત્મક હોય છે. વ્યક્તિ જ્યારે આ ઊર્જાના સંપર્કમાં આવે છે ત્યારે ઘણી શાંતિનો અનુભવ થાય છે.




તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog