Gujarati Article ભગવાન શિવની પૂજા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ ભારત થી બહાર દુનિયા ના વિભિન્ન ભાગોમાં પણ થાય છે. તો ચાલો જાણીએ વ...

Gujarati - વિદેશોમાં સ્થિત ભગવાન શિવના છ પ્રસિદ્ધ મંદિર જેને જોવા માટે કરોડો શ્રદ્ધાળુઓ આવે છે




Gujarati Article

ભગવાન શિવની પૂજા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ ભારત થી બહાર દુનિયા ના વિભિન્ન ભાગોમાં પણ થાય છે. તો ચાલો જાણીએ વિદેશોમાં સ્થિત થોડી પ્રસિદ્ધ શિવ મંદિર વિશે.

આ શિવ મંદિરો માં થોડા ખૂબ જ પ્રાચીન અને પ્રસિદ્ધ છે જેને જોવા માટે આ દુનિયાભરમાંથી અનેક પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવે છે. 

નેપાળ નું પશુપતિનાથ મંદિર



આ ભારતથી બહાર બનેલું સૌથી પ્રસિદ્ધ શિવ મંદિર છે નેપાળમાં બાગમતી નદી ના કિનારે કાઠમાંડુ માં સ્થિત છે. આ મંદિર યુનેસ્કો ની વિશ્વ હેરિટેજ શ્રેણીમાં આવે છે. હાલમાં સંપન્ન થઈ મહાશિવરાત્રી પર્વ ના અવસર પર અહીં લગભગ પાંચ લાખ શ્રદ્ધાળુઓ એ પૂજા કરી હતી. 

મલેશિયાનું રામ લિંગેશ્વર મંદિર

આ મંદિર મલેશિયાની રાજધાની કૂઆલાલામપુર માં જ છે. આ ખુબજ સુંદર મંદિરમાં હંમેશા શિવભક્તો ની ભીડ લાગેલી રહે છે. સન 2012 માં મલેશિયા સરકારે મંદિર અને આસપાસ ના ક્ષેત્ર મંદિરના પ્રબંધક કરવા વાળા ટ્રસ્ટ ના હવાલે કર્યું હતું હવે આ ટ્રસ્ટ આ મંદિર ના પ્રબંધન અને ધ્યાન રાખે છે. 

ઇન્ડોનેશિયા નું પ્રમબનન મંદિર



ઈન્ડોનેશિયાના જાવા દ્વિપ ઉપસ્થિત આ મંદિર ૯મી શતાબ્દી નું એક ભવ્ય મંદિર છે. આ લગભગ 17 વર્ગ કિલોમીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું ભારત બહાર નું બનેલુ સૌથી વિશાળ શિવ મંદિર છે. યુનેસ્કોએ આ મંદિરને વર્લ્ડ હેરિટેજ ના રૂપમાં સંરક્ષિત કરવામાં આવેલું છે. 

મોરિશિયસ નો સાગર શિવ મંદિર



આ મંદિરનું નિર્માણ વર્ષ 2007માં કરવામાં આવેલું છે એટલેકે આ એક નવું મંદિર છે. પરંતુ આજે આ મંદિર મોરિશિયસ મા રહેવાવાળા હિન્દુઓ નું એક પવિત્ર ધાર્મિક સ્થળ છે. આ મંદિર નું સૌથી મોટું આકર્ષણ આ મંદિર પ્રાંગણ માં બનેલી ભગવાન શિવ ની 108 ફૂટ ઉંચી કાસા ની પ્રતિમા છે. 

પાકિસ્તાનનું કટાસ રાજ મંદિર



પાકિસ્તાનમાં પણ એક પ્રાચીન શિવ મંદિર છે. આ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ના ચક વાલ જિલ્લા સ્થિત અને કટાક્ષ રાજ મંદિર ના નામ થી ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આ મંદિરનું નિર્માણ છઠ્ઠી શતાબ્દી થી ૯મી શતાબ્દી ના મધ્ય માં કરવામાં આવ્યું હતું. હાલમાં સંપન્ન થયેલી મહાશિવરાત્રી પર્વ અહીં પૂજા કરવા માટે ભારતથી 125 યાત્રીઓ નું દળ ગયું હતું. 

શ્રીલંકા નું મૌનેશ્વર મંદિર



આ મંદિર શ્રીલંકાના એક ગામ મૌનેશ્વર માં બનેલું છે અહીં શિવ ની સાથે સાથે દેવી કાળિકા નું પણ મંદિર છે. આ મંદિરની સ્થાપત્ય ભવ્ય અને મનમોહક છે.  દક્ષિણ ભારતીય દ્રવિડશૈલી માં નિર્મિત આ મંદિરમાં વર્ષભર શ્રીલંકા અને ભારતના લાખો શ્રદ્ધાળું આવે છે. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog