Gujarati Article સ્વાસ્થ્ય માટે પાણી પીવું એ સારી આદત છે. સ્વાસ્થ રહેવા માટે આપણે દિવસમાં ઓછામાં ઓછા ૮-૧૦ ગ્લાસ પાણી પીવું જોઈએ....

Gujarati - કારણો જાણીને તમે પણ રોજ પીઓ તાંબાના વાસણમાં રાખેલ પાણી



Gujarati Article

સ્વાસ્થ્ય માટે પાણી પીવું એ સારી આદત છે. સ્વાસ્થ રહેવા માટે આપણે દિવસમાં ઓછામાં ઓછા ૮-૧૦ ગ્લાસ પાણી પીવું જોઈએ. આયુર્વેદમાં કહેવાયમાં આવ્યું છે કે સવારના સમયે તાંબાના વાસણમાં પાણી પીવું એ ખાસ કરીને લાભકારક છે. આ પાણીને પીવાથી શરીરના ઘણા બધા રોગો દવા વગર સારા થઈ જાય છે.

તમે હંમેશા યંગ લાગશો



કહેવાય છે કે જે વધારે પાણી પીવે છે, તેની સ્કીન પર ઉમર થતા કરચલીઓ નથી દેખાતી. આ વાત એકદમ સાચી છે. પરંતુ શું તમે એ જાણો છો કે તાંબાના વાસણમાં જળને રાખી પીવાથી ત્વચાનું ઢીલાપન વગેરે દુર થઈ જાય છે. સુકી ત્વચા પણ નીકળી જાય છે અને તમારો ચહેરો હંમેશા ચમકતો દેખાશે.

થાઈરોઈડને કરે છે નિયંત્રિત



થાઈરેકસીન હાર્મોન્સના અસંતુલિતને કારણે થાઈરોઈડની બીમારી થાય છે. થાઈરોઈડના લક્ષણોમાં ઝડપી વજન વધવો કે ઘટવો, વધારે થાક વગેરે જણાય છે. થાઈરોઈડ એમકસપર્ટનું માનવું છે કે કોપરના સ્પર્શ વાળું પાણી પીવાથી શરીરમાં થાઈરેકસીન હાર્મોન્સનું બેલેન્સ જળવાય રહે છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી તમારા રોગ નિયંત્રણ થાય છે.

સ્કીનને બનાવે સ્વસ્થ



મોટાભાગના લોકો સ્વસ્થ સ્કીન માટે અલગ અલગ પ્રકારના કોસ્મેટિકસનો ઉપયોગ કરે છે. તે માને છે કે કોસ્મેટિકસનો ઉપયોગ કરવાથી ત્વચા સુંદર થાય છે. પરંતુ, આ હકીકત નથી. સ્કીન પર સૌથી વધારે પ્રભાવ તમારૂ ખાનપાન અને દિનચર્યાનો જ પડે છે. એટલા માટે તમારી સ્કીનને હેલ્ધી બનાવવા માંગતા હોવ તો તાંબાના વાસણમાં રાત સુધી પાણી રાખી અને સવારે ઉઠીને પાણીને પીઓ.


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog