Gujarati Article ગરમી શરૂ થઇ ચૂકી છે. વધુ ગરમી માં આપણા બધાનો હાલ બહુ જ ખરાબ થઇ જાય છે. આવા બધા લોકોને કુલર તેમજ એસી ની જરૂરીયાત...

Gujarati - વગર કોઈ કુલર અને એસી એ પોતાના ઘરને રાખો ઠંડુ બસ કરી લો આટલું કામ



Gujarati Article

ગરમી શરૂ થઇ ચૂકી છે. વધુ ગરમી માં આપણા બધાનો હાલ બહુ જ ખરાબ થઇ જાય છે. આવા બધા લોકોને કુલર તેમજ એસી ની જરૂરીયાત મહેસુસ થાય છે. પરંતુ બધાના ઘરમાં કુલર અથવા તો એસી નથી હોતું એવામાં અમે એવો ઉપાય અપનાવી શકીએ છીએ જેનાથી આપણા ઘરને પ્રાકૃતિક રૂપથી ઠંડુ રાખી શકીએ છીએ. જેનાથી આપણને ગરમીમાં રાહત મળી શકે છે એટલા માટે તમને નાનું એવું કામ કરવું પડશે આજે અમે તમને તેમના વિશે કહેવા જઈ રહ્યા છીએ.



આજકાલ બધા ના ઘરો સિમેન્ટ લોખંડ તેમજ કોંક્રીટથી બનેલા હોય છે અને ગરમીમાં તડકો ખુબ જ હોય છે જેનાથી ઘરની દિવાલ અને ધાબુ ગરમ થઈ જાય છે અને સિમેન્ટ અને લોખંડ જેવા તત્વો ના કારણે જલ્દીથી ઠંડું નથી થતું એવામાં થોડો એવો ઉપાય કરીએ જેના લીધે ઘરમાં ગરમી અવશોષિત ના થાય અને ઘરનું તાપમાન ઓછું કરી શકીએ. 

તેમના માટે થોડું નાનું એવું કામ કરો બજારમાંથી પાંચ કિલો ચૂનાનો પાવડર એક ફેવીકોલ નો ડબ્બો લઈ આવો હવે. ચૂનાનો પાઉડર પાણીમાં અને ફેવિકોલ મિશ્ર કરીને સરખી રીતે ઘોળી લો અને સાંજના સમયે તેને બ્રશની મદદથી આખા અગાસી ઉપર લગાવી દો અને સૂકાવા માટે છોડી દો. અને બીજા દિવસે બે વખત પાણી પણ છાંટી દો.



ત્યારબાદ બીજા દિવસે સાંજે આ પ્રક્રિયા ફરી વખત કરો અને ત્યારબાદ ના દિવસે બે વખત ફરીથી પાણી છાંટી દો. ચૂના ના કારણે થતી ગરમી રિફ્લેક્ટ થઈ જશે જેના કારણે ઘરનું તાપમાન ખુબ જ ઓછું રહેશે આ પ્રક્રિયા તમે ઘરની બહારની દીવાલ ઉપર પણ કરી શકો છો જેનાથી ઘરનું પ્રાકૃતિક રૂપથી ઠંડુ પણ રહેશે. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog