Gujarati Article ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. યુએસ, યુકેથી માંડીને કેનેડા, કેન્યા, દુબઈ સહિતના દેશોમાં ગુજરાતીઓ આગવી ઓળખ ધરા...

Gujarati - અમેરિકા ના રહેવાસીઓ પણ આ ગુજરાતીઓને કહે છે ‘બાપુ’, ગુજરાતી ઓ ‘જય માતાજી’ નંબર માટે ચૂકવે છે હજારો


Gujarati Article
ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. યુએસ, યુકેથી માંડીને કેનેડા, કેન્યા, દુબઈ સહિતના દેશોમાં ગુજરાતીઓ આગવી ઓળખ ધરાવે છે. તેવી જ રીતે વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા મૂળ ધંધૂકા વિસ્તારના રાજપૂત પરિવારે પણ પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે.

ગુજરાતમાં જેમ રાજપૂતને બાપુ કહીને સંબોધવામાં આવે છે, તેવી રીતે આ પરિવારને તેમની કારના નંબરના કારણે માત્ર અમેરિકામાં વસતા ભારતીયો જ નહીં, પણ અમેરિકનો પણ ઈન્દ્રવિજયસિંહના પરિવારના સભ્યોને બાપુ કહીને સંબોધે છે.
 ગુજરાતી ઓ નંબર માટે ત્રણ વર્ષના 400 ડોલર ચૂકવે છે :

વર્ષ 2001માં પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલા મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રોજકા ગામના ચુડાસમા ઇન્દ્રવિજયસિંહ વિક્રમસિંહે પોતાની તમામ કારોના નંબર પણ રાજપૂત સમાજ માટે વપરાતા શબ્દો પરથી લીધા છે.

અમેરિકામાં વસતા આ રાજપૂત પરિવારે પોતાની તમામ કાર પર દાજીબાપુ, જય માતાજી, જે માતાજી, રાણા, જેવા શબ્દોની નંબર પ્લેટ બનાવવામાં આવી છે. વિદેશમાં આ પ્રકારની નામ વાળી નંબર પ્લેટ માટે તેઓ ત્રણ વર્ષના 400 ડોલર ચૂકવે છે.
 અમેરિકામાં અનેક બિઝનેસ સાથે રાજપૂત પરિવાર સંકળાયેલો છે :
ખાંભાની સ્વામિનારાયણ ગુરુકુળ અને જે એન મહેતા હાઈસ્કૂલમાં અભ્યાસ પૂરો કરી વર્ષ 2001માં પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયેલા ચુડાસમા ઈન્દ્રવિજયસિંહે અહીં રેસ્ટોરન્ટ બિઝનેસ શરૂ કર્યો હતો.
થોડા સમય બાદ અહીં તેઓએ ગેસ સ્ટેશન પંપ ચાલુ કર્યો. પરિવારને ગ્રીન કાર્ડ મળતા હવે તેઓ ભારત ઉપરાંત અન્ય રાજ્યમાંથી અમેરિકા આવતા સમાજના દીકરા-દીકરીઓને તેમજ ગુજરાતીઓને પૂરતી મદદ કરે છે. આ પરિવારે રાજપૂત હોવાની ઓળખ તેમની પાસે રહેલી ફોરવ્હીલ કાફલાના નંબરના કારણે પણ ઉભી કરી છે.

 અમેરિકા ના લોકો પણ કહે છે બાપુ :
અમેરિકા સ્થાયી થયેલા ઇન્દ્રવિજયસિંહ વિક્રમસિંહ ચુડાસમા સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું હતું કે, અમેરિકામાં વસતા ભારતીયો અમને બાપુ કહીને આવકાર આપે છે. પણ હવે તો અમેરિકનો પણ બાપુ કહીને સંબોધન કરે છે.

અમેરિકામાં વસતા આ રાજપૂત પરિવારે કારના અનોખા નંબરના કારણે તેમની અલગ ઓળખ ઉભી કરી છે. અહીંના રોડ પર જ્યારે તેઓ ગાડી લઈ પસાર થાય ત્યારે લોકો તેમની કાર નંબર પ્લેટ જોતા રહીં જાય છે.
લોકો નંબર પ્લેટ વાંચી પુછે છે શબ્દનો અર્થ :
ઇન્દ્રવિજયસિંહના પિતા વિક્રમસિંહે આ બાબતે જણાવ્યું હતું કે, જ્યારે અમે પ્રથમ વખત આવી રીતે નંબર પ્લેટ લગાવી જ્યાં ગયા ત્યાં અમેરિકનો પ્રથમ મને કે મારા પરિવાર સામે નહીં.

પરંતુ મારી ગાડીની નંબર પ્લેટ જુએ અને આ વર્ડનો અર્થ શું થાય તે વિચાર્યાં બાદ અમારી સાથે આ અંગે પૂછપરછ કરે છે. કાર નંબર પ્લેટ લખાયેલા શબ્દોનો અર્થ જાણવાની ચાહના જોઈને અમે પણ ધન્યતા અનુભવીએ છીએ.
તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog