Gujarati Article ફિલ્મ ઉદ્યોગમાં કામ કરનારા દરેક અભિનેતા પાસે આજે કરોડો રૂપિયાની સંપત્તિ છે. બૉલીવુડમાં પ્રવેશ માટે દરેક અભિનેતા...

Gujarati - 260 કરોડનું ખાનગી પ્લેન, 80 કરોડનો બંગલો, માત્ર પૈસા માટે અભિનેતા બન્યો હતો આ માણસ



Gujarati Article

ફિલ્મ ઉદ્યોગમાં કામ કરનારા દરેક અભિનેતા પાસે આજે કરોડો રૂપિયાની સંપત્તિ છે. બૉલીવુડમાં પ્રવેશ માટે દરેક અભિનેતા જુદા જુદા કારણો કહે છે. કેટલાક કહે છે કે તેઓએ નામ કમાવવા માટે એન્ટ્રી કરી છે, તો કેટલાક લોકો કેટલાક અન્ય કારણો આપે છે. આજે અમે તમને બોલીવુડમાં અક્ષય કુમારના પ્રવેશ માટેનું કારણ જણાવીશું, જે તેણે પોતે જાહેર કર્યું છે.





અક્ષય કુમાર બોલિવુડના ખેલાડી તરીકે ઓળખાય છે. ઘણા વર્ષોથી તેઓં બોલીવુડને હિટ ફિલ્મો આપી રહ્યા છે. તેમણે તાજેતરમાં જ હીરો બનવાના પાછળનું કારણ જાહેર કર્યું તેણે કહ્યું કે તેણે ખાલી પૈસા કમાવવા માટે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો.






તેમણે કહ્યું હતું કે થાઇલેન્ડમાં માર્શલ આર્ટ્સ માટે આશરે 11-13 વર્ષ સુધી તાલીમ મેળવ્યા પછી તેમણે અહીં એક પ્રશિક્ષણ શાળા ખોલી, જેમાં તે એક મહિનામાં આશરે 5000 કમાઈ લેતા હતા. એક દિવસ તેણે ફર્નિચર કંપની માટે મોડેલીંગ કરવાની તક મળી, અને તેને માત્ર 2 કલાક માટે 21000 રૂપિયા મળ્યા, અને તે પછી તેની વિચારસરણી બદલાઈ ગઈ.






આ પછી તેણે માત્ર મોડેલિંગનો વિચાર કર્યો અને ધીમે ધીમે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું, અને આજે બૉલીવુડના મોટા સુપરસ્ટાર છે. આજે તેમની પાસે ખાનગી પ્લેન છે, જેની કિંમત 260 કરોડ રૂપિયા છે અને જુહુ બીચમાં તેમના બંગલાની કિંમત આશરે 80 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત, તેમની પાસે ઘણી ગાડી પણ છે, જેની કિંમત કરોડોમાં છે. અક્ષય કુમાર એક ફિલ્મ માટે રૂપિયા 45 કરોડની ફી લે છે.


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog