Gujarati Article સિંગાપુર દુનિયાના પ્રસિદ્ધ પર્યટક સ્થળો માનું એક છે ને આ એક એશિયા દેશ છે.સિંગાપુર માં જોવા માટે ઘણી સુંદર જગ્ય...

Gujarati - સિંગાપુર જઈને લો અહીં ની નાઈટ લાઈફ ની મજા અને આનંદ માણો આ જગ્યાઓ નોGujarati Article


સિંગાપુર દુનિયાના પ્રસિદ્ધ પર્યટક સ્થળો માનું એક છે ને આ એક એશિયા દેશ છે.સિંગાપુર માં જોવા માટે ઘણી સુંદર જગ્યાઓ આવેલી છે અને આ દેશ ની નાઈટ લાઈટ ખુબજ સુંદર છે.સિંગાપુર માં ખુબજ માત્ર માં ભારતીયો રહે છે એટલે તમને એહી ઘણા બધા હિન્દૂ મંદિરો જોવા મળશે.આ દેશ માં તમને એક અલગ પ્રકારની લાઇફસ્ટાઇલ જોવા મળશે.આ દેશ દુનિયાના સૌથી મોંઘા દેશો માનો એક છે.જો તમે ક્યારેય સિંગાપુર જાઓ તો આ સ્થળો એ અવશ્ય જજો.સિંગાપુર ના આ પ્રસિદ્ધ પર્યટક સ્થળોઓર્ચડ રોડ
સિંગાપુર ની નાઈટ લાઈટ ખુબજ સુંદર છે અને રાત ના સમયે આ દેશ ની બજારો માં ફરવું એ એક અલગ જ મજા છે.જો તમે સિંગાપુર જાઓ છો તો ઓર્ચડ રોડ જરૂર જાઓ.આ જગ્યા એ તમને ખુબજ સુંદર માહોલ જોવા મળશે.ઓર્ચડ રોડ પર ઘણી બધી દુકાનો અને શોપિંગ મોલ જોવા મળશે.આ રોડ ખુબજ લાંબો છે અને અહીં આખી રાત લાઈટ ચાલુ રહે છે જેને કારણે આ રોડ ખુબજ સુંદર દેખાય છે.જુરોંગ બર્ડ પાર્કજુરોંગ બર્ડ પાર્ક માં તમને વિવિધ પ્રકાર ના પક્ષીઓ જોવા મળશે અને આ પક્ષીઓ સાથે તમે ફોટો પણ પાડી શકો છો.આ પાર્ક 49 એકર માં ફેલાયેલું છે અને આ પાર્ક માં સ્રી રીતે ફરી અને તમે સારી રીતે 3 કલાક વિતાવી શકો છો.જુરોંગ બર્ડ પાર્ક માં 400 પ્રજાતિઓ ના 5,000 પક્ષી ઉપસ્થિત છે.સેન્ટોસા આઇલેન્ડ
સેન્ટોસા ખુબજ મોટા ક્ષેત્ર માં ફેલાયેલું છે અને આ જગ્યા એ ઘણી બધી વસ્તુઓ ઉપસ્થિત છે.તમને એ જગ્યા એ રાત ના સમય માં ઘણા બધા લેજર શો જોવા મળશે.દિવસ ના સમયે તમે અહીં ખૂબ બધી શોપિંગ પણ કરી શકો છો.અહીં તમને રેસ્ટોરન્ટ પણ સહેલાઇ થી મળી જાય છે.અહીં સડક,કેબલ કાર અને મોનોરેલ દ્વારા જઈ શકાય છે અને અહીં જવા માટે તમારે ટિકિટ લેવી ફરજીયાત છે.મેલીઓન પાર્ક
મેલીઓન પાર્ક માં તમે બોટિંગ ની મજા લઈ શકો છો.આ જગ્યા એ થી તમને આખા સિંગાપુર શહેર ની ઝલક જોવા મળશે.આ પાર્ક ને સારી રીતે ફરતા 45 મિનિટ લાગશે.સાથે રાત ના સમયે બનેલી ઝીલ પાસે બેસી ને તમે સૂકુન ની પલો વિતાવી શકો છો.સિંગાપુર ફ્લાયર
સિંગાપુર ફ્લાયર દ્વારા તમને આખું સિંગાપુર શહેર દેખાય છે.આ ફ્લાયર માં બેસવા માટે તમારે ટિકિટ લેવી પડે છે જે તમને 1500 રૂપિયા સુધી ની મળે છે.આ ફ્લાયર માં બેસીને સિંગાપુર શહેર ઉંચાઈ થી જોઈ શકાય છે.યુનિવર્સલ સ્ટુડિયો
યુનિવર્સલ સ્ટુડિયો માં તમે ઘણા બધા હિંચકાઓ નો આનંદ માણી શકો છો.આ સિવાય દિવસ ભર અહીં ઘણા પ્રકાર માં શો થતા રહે છે.યુનિવર્સલ સ્ટુડિયો માં જવા માટે તમારે ટિકિટ લેવી પડે છે અને એક ટિકિટ લઈને જ તમે તેમાં રહેલા કોઈપણ જુલા માં અને શો જોઈ શકો છો.આ સિવાય આ જગ્યા એ શોપિંગ પણ થઈ શકે છે.કેવી રીતે જશો સિંગાપુરવાયુમાર્ગભારત ના ઘણા શહેરો માં થી સિંગાપુર માટે ફ્લાઇટ જાય છે.સિંગાપુર ની ફ્લાઇટ ની ટિકિટ 22 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને આ ફ્લાઇટ નો સમય 5:30 કલાક નો હોય છે.જો તમે કોલકત્તા થી જવા માટે વિમાન માં બેસો છો તો થોડું સસ્તું પડે છે.વિમાન સિવાય તમે સિંગાપુર ક્રુઝ દ્વારા પણ જઈ શકો છો તેનો ખર્ચ ઓછા માં ઓછો 31,500 રૂપિયા પ્રતિ વ્યક્તિ થશે.કેટલો આવશે ખર્ચોઘણી સારી ટ્રાવેલ કંપનીઓ સિંગાપુર જવા માટે ઘણા સારા પેકેજ ઓફર કરે છે અને તમે એ હિસાબ થી પેકેજ ની પસંદગી કરી શકો છો.આ પેકેજ માં જવાથી લઈ ને રહેવા સુધી ના અને ખાવા સુધી ના બધાજ ખર્ચ નો સમાવેશ થાય છે.સામાન્ય રીતે આ પેકેજ 30 હજાર થી શરૂ થાય છે.ખાન-પાન
સિંગાપુર માં ઘણા બધા ભારતીયો રહે છે એટલા માટે આ દેશ માં સહેલાઇ થી ભારતીય ખોરાક મળી શકે છે.ભારતીય ખોરાક સિવાય તમને અહીં મેકડોનાલ્ડ,પીજા હટ,કેએફસી,સબવે અને બર્ગર કિંગ પણ સહેલાઇ થી મળી જશે.ચાઈનીઝ ખોરાક ખાવાનો આનંદ પણ તમે આ દેશ માંથી લઈ શકો છો.રાખો આ વાતો નું ધ્યાનસિંગાપુર જતા પહેલા તમે આ દેશ ના નિયમો ને સારી રીતે જાણી લો.આ શહેર ની સડકો પર થૂંકવા પર અથવા કોઈ ચીજ ફેંકવા પર તમારે દંડ ભરવો પડશે અને જેલ પણ થઈ શકે છે.એક સિંગાપુર ના ડોલર ની કિંમત 51 રૂપિયા છે.તમે તમારા શહેર માંથી તમારી સાથે જ સિંગાપુર ડોલર લઈ ને જાઓ.તમે ચાહો તો એરપોર્ટ પર પણ ભારતીય પૈસા ને સિંગાપુર ડોલર ની સાથે બદલાવી શકો છો.સિંગાપુર જવાનો સૌથી સારો સમયસિંગાપુર માં ફેબ્રુઆરી માં ગરમી શરૂ થઈ જાય છે.એટલા માટે અહીં જવાનો સૌથી સારો સમય નવેમ્બર થી લઈ અને જાન્યુઆરી સુધી નો છે.જાન્યુઆરી મહિના માં આ શહેર માં ચીનીઓ નું નવું વર્ષ ઉજવવામાં આવે છે અને આ દરમિયાન અહીં ઘણા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે.


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...


 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog