Gujarati Article   એક રાજા ખૂબ જ મોટો દાનવીર હતો. તેમના વિશે દેવરાજ ઇન્દ્ર ને ખબર પડી દેવરાજ ઈન્દ્રને રાજાની પરીક્ષા લેવાની ઇચ...

Gujarati - ઇન્દ્ર ને ખબર પડી કે એક રાજા ખૂબ જ મોટો દાનવીર છે, ઈન્દ્રએ તેમની પરીક્ષા લેવા માટે બાજ નું સ્વરૂપ ધારણ કર્યું અને અગ્નિદેવે ને કબુતર બનાવ્યા, કબુતર ઉડતા....



Gujarati Article 

એક રાજા ખૂબ જ મોટો દાનવીર હતો. તેમના વિશે દેવરાજ ઇન્દ્ર ને ખબર પડી દેવરાજ ઈન્દ્રને રાજાની પરીક્ષા લેવાની ઇચ્છા થઈ. ઈન્દ્રદેવે બાજ અને અગ્નિદેવે કબુતર નો વેશ ધારણ કરી લીધું. 

આગળ કબુતર ઊડી રહ્યું હતું અને પાછળ પાછળ બાજ આવી રહ્યું હતું. અચાનકથી કબુતર રાજાના ખોળામાં પડી ગયું. રાજાએ તે કબૂતર ને સહેલાવ્યું તે સમયે બાજ ત્યાં આવી ગયું. 



બાજ એ રાજાને કહ્યું કે તે મારો શિકાર છે, મને ઘણા દિવસોથી ભૂખ લાગી છે, કૃપા કરીને આ કબૂતરને મને આપી દો. 

રાજાએ બાજ ને કહ્યું કે તે મારી ચરણમાં આવ્યું છે તેમની સહાયતા કરવી એ મારું કર્તવ્ય છે. બાજ એ રાજા ને કહ્યું કે જો હું મરી જઈશ તો તેમનું પાપ તમને લાગશે. રાજા વિચાર માં પડી ગયો ત્યાર બાદ તેમણે ઘણું વિચાર્યું અને છેલ્લે એક રસ્તો કાઢ્યો.



રાજાએ બાજ ને કહ્યું કે હું તને આ કબૂતર ના આ વજન ના બદલે મારુ માસ આપુ. બાજ રાજાની આ વાત માનવા માટે તૈયાર થઈ ગયો. રાજાએ તેમના સૈનિકો પાસે એક ત્રાજવું મંગાવ્યું અને ત્રાજવાની એક બાજુએ કબૂતરને રાખી દીધું અને બીજી બાજુ રાજા પોતાના હાથનું માસ કાઢીને તે ત્રાજવા ઉપર બીજી તરફ રાખવા લાગ્યા.

પરંતુ માસ નો વજન વધવા ની જગ્યાએ કબુતર નો વજન વધતો જઇ રહ્યો હતો. કબૂતર નો વજન વધુ હતો અને આ કારણ રાજાએ ખુદને બાજ ના ભોજન રૂપમાં આપી દીધો. 



દેવરાજ ઇન્દ્ર ને રાજાની આ દાનવીરતા ખૂબ જ પસંદ આવી અને તે ખૂબ જ પ્રસન્ન થયા. અગ્નિદેવ અને ઈન્દ્રદેવ પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા અને રાજાને કહ્યું કે તારી આ આ દાનવીરતા પર અમે ખૂબ જ પ્રસન્ન થયા. તું આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ દાની ઓ માંથી એક છે. 

વાર્તાની શીખ

આ વાર્તા થી આપણને શીખ મળે છે કે ભગવાન હંમેશા પોતાના ભક્તોની પરીક્ષા લે છે. પરીક્ષા એટલે કે પોતાના ખરાબ સમયમાં ધેર્ય અને શાંતિ બનાવી રાખે છે અને ધર્મનો માર્ગ નથી છોડતા તેજ ભગવાનના સાચા ભક્ત હોય છે. પરંતુ ઘણા લોકો ખરાબ સમય સાથે અધર્મ નો માર્ગ પકડી લે છે. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog