Gujarati Article 15 વર્ષ નો એક છોકરો રેલવે સ્ટેશન ઉપર પાણી ની બોટલ વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો. એક દિવસ તે પાણી વેંચી ...

Gujarati - એક છોકરો રેલવેસ્ટેશન એ પાણી ની બોટલ વેચી રહ્યો હતો, એક દિવસ ટ્રેન માં બેસેલા એક શેઠ એ તેને બોલાવીને તેને બોટલ નો ભાવ પૂછ્યો, છોકરા એ કહ્યું 10 રૂપિયા ની બોટલ...



Gujarati Article

15 વર્ષ નો એક છોકરો રેલવે સ્ટેશન ઉપર પાણી ની બોટલ વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો. એક દિવસ તે પાણી વેંચી રહ્યો હતો ત્યારે તેમાં બેસેલા એક શેઠ એ તેને બોલાવ્યો. છોકરો જયારે શેઠ પાસે પહોંચ્યો ત્યારે શેઠ એ તે છોકરાને પાણી ની બોટલ નો ભાવ પૂછ્યો. છોકરા એ કહ્યું 10 રૂપિયા. શેઠ એ તેને કહ્યું 7 રૂપિયામાં આપીશ? શેઠ ની આ વાત સાંભળીને છોકરો હસતા ચહેરે પાણીની બોટલ લઈને ચલાવ લાગ્યો.



શેઠ ની પાસે બેસેલા એક સંત આ બધું જોઈ રહ્યા હતા. તે એજ વિચારી રહ્યા હતા કે આ હાસ્ય પાછળ શું કારણ હશે? તે હાસ્ય પાછળ જરૂર થી કંઈક રાજ છે. ત્યારબાદ તે સંત ટ્રેન માંથી નીચે ઉતાર્યા અને તે છોકરાની પાછળ ગયા અને પાસે જઈને પૂછ્યું કે શેઠ એ જયારે તને ભાવ પૂછ્યો ત્યારે તું કેમ હસ્યો હતો.

છોકરા એ ત્યારે કીધું કે સંત હું એ કારણ સર હસ્યો કેમ કે શેઠ ને ખરેખર તરસ લાગી ન હતી. તે ફક્ત આ બોટલ નો ભાવ પૂછી રહ્યા હતા.

ત્યારે તે મહાત્મા એ તેને પૂછ્યું - તને કઈ રીતે ખબર પડી કે શેઠ ને ખરેખર તરસ નથી લાગી? ત્યારે છોકરા એ જવાબ આપ્યો કે જેને ખરેખર તરસ લાગે છે તે પહેલા પાણીની બોટલ લે છે અને પાણી પીવે છે ત્યાર બાદ તેનો ભાવ પૂછે છે. પહેલા કિંમત પૂછવાનો અર્થ છે કે તેને ખરેખર તરસ લાગિજ નથી. સંત તેની વાત ને સમજી ગયા અને ફરી ટ્રેન માં જઈ ને બેસી ગયા.

જિંદગી નું મેનેજમેન્ટ



બધાજ વ્યક્તિ નું કંઈક ને કંઈક લક્ષ હોય છે અને તે તેને મેળવવા માંગે છે. જે લોકો કઈ પણ તર્ક વિતર્ક કર્યા વગર પોતાના લક્ષ પાછળ ભાગે છે તે તેને મેળવીનેજ રહે છે. અને અમુક લોકો પોતાના બધાજ કામો માં ખામી ગોતતા રહે છે તેના કારણે તે પોતાના લક્ષ ને પૂર્ણ કરી શકતા નથી.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog