Gujarati Article એક લોક કથા અનુસાર જુના સમય માં નદી ના કિનારે એક વૃક્ષ ઉપર ચકલી માળા માં રહેતી હતી. તે વૃક્ષ ની નીચે એક સાપ પણ ...

Gujarati - વાંચો એક અદભુત કહાની : બુદ્ધિ થી મોટા માં મોટી મુશ્કેલી પણ થઇ જાય છે દૂર....



Gujarati Article

એક લોક કથા અનુસાર જુના સમય માં નદી ના કિનારે એક વૃક્ષ ઉપર ચકલી માળા માં રહેતી હતી. તે વૃક્ષ ની નીચે એક સાપ પણ રહેતો હતો. ચકલી જયારે પણ ઈંડા આપતી હતી ત્યારે તે સાપ તેને ખાઈ જતો હતો. સાપ આવું વારંવાર કરી રહ્યો હતો પરંતુ ચકલી નાની હતી તેના કારણે તે સાપની સામે લડી શક્તિ ન હતી.



તેને એક હોશિયાર કાગડાને આ વાત કહી. કાગડાએ કહ્યું કે ઠીક છે આપણે આ માટે કોઈ ઉપાય જરૂર થી કરીશું. આ નદી માં એક રાજકુમારી સ્નાન માટે આવે છે અને હવે જયારે પણ રાજકુમારી સ્નાન માટે આવે ત્યારે મને બોલાવી લેજે. ચકલીએ તેમની આ વાત માની લીધી અને આગળ ના દિવસે જયારે રાજકુમારી સ્નાન માટે ત્યાં આવી ત્યારે ચકલી એ કાગડાને બોલાવી લીધો.



રાજકુમારી એ પોતાનો સોનાનો હાર સ્નાન પહેલા ત્યાં કિનારા ઉપર ઉતારીને મૂકી દીધો. કાગડાએ તરતજ તે હાર ને ઉપાડ્યો એને સાપ ના બિલ પાસે પહોંચી ગયો. તે કાગડા પાછળ રાજકુમારી ના સૈનિક આવી રહ્યા હતા. કાગડાએ તે હારને સાપ ના તે બિલ માં નાખી દીધો અને ત્યાંથી તે ઉડી ગયો. સૈનિક એ આ ઘટના ને જોઈ લીધી. જયારે તે હાર અંદર ગયો ત્યારે સાપ બહાર આવ્યો. સાપ ને જોઈને સૈનિકો એ તેને મારી નાખ્યો અને તેના બીલ માંથી તે હારને કાઠી લીધો. ત્યાર બાદ ચકલી ની આ મુશ્કેલી ખતમ થઇ ગઈ.

કહાની ની શીખ 



આ કથાની શીખ એ છે કે જો શત્રુ મોટો છે. તાકાતવર છે, ત્યારે આપણે બુદ્ધિ થી કામ લેવું જોઈએ. આ કહાની માં ચકલી અને કાગડો સાપ નો સામનો તાકાત થી કરી શકે તે ન હતા. એવામાં કાગડા એ પોતાની બુદ્ધિ નો ઉપયોગ કર્યો અને સાપ ને મારવી નાખ્યો. બુદ્ધિ ના ઉપયોગ થી આપણે મોટે થી મોટી મુશ્કેલી નો સામનો કરી શકીએ છીએ.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog