Gujarati Article એમેજોન ના સીઈઓ જેફ બેજોફ ની તલાક ની પ્રક્રિયા પુરી થઇ ગઈ છે. 2.52 લાખ કરોડ ના શેર લઈને મેકેન્જી ચોથી સૌથી આમિર ...

Gujarati - એમેજોન ના ફાઉન્ડર Jeff Bezos એ લીધા સૌથી મોંઘા તલાક, 2.52 લાખ કરોડ ના શેયર લઈને મેકેન્જી બની ચોથી સૌથી અમીર મહિલા



Gujarati Article

એમેજોન ના સીઈઓ જેફ બેજોફ ની તલાક ની પ્રક્રિયા પુરી થઇ ગઈ છે. 2.52 લાખ કરોડ ના શેર લઈને મેકેન્જી ચોથી સૌથી આમિર મહિલા બની ગઈ છે. એગ્રીમેન્ટ પ્રમાણે મેકેન્જી એ 75 ટકા શેર અને પોતાના હિસ્સા નું વોટિંગ રાઇટ્સ બેજોફ ને આપી દીધું છે. બેજોફ અને મેકેન્જી પાસે 16 ટકા શેર હતા. હવે 4 ટકા શેર મેકેન્જી પાસે છે.



મેકેન્જી ચોથી સૌથી અમીર મહિલા બની ચુકી છે. મેકેન્જી નું નેટવોર્થ 36.5 અરબ ડોલર બની ચુકી છે.  બ્લુમબર્ગ  બીલેનીયર ઈન્ડેક્સ ના પ્રમાણે દુનિયાની સૌથી અમીર મહિલા ફ્રેફોઇસ મિયર્સ છે. જે લોરિયલ ની માલકીન છે. તેમની નેટવોર્થ 53.7 અરબ ડોલર છે. બીજા નંબર પર એલાઇસ વોલ્ટન છે જે વોલમાર્ટ ની માલકીન છે. તેમની નેટવોર્થ 44.2 અરબ ડોલર છે.



મેકેન્જી એ ટ્વીટ કરતા કહ્યું કે "હું હોશીંગટન પોસ્ટ, બ્લુ ઓરિજીન અને 5 ટકા પોતાના એમેજોન ના સ્ટોક તેમજ વોટિંગ કંટ્રોલ છોડીને ખુશ છું. હું આવું જેફ ને આ અવિશ્વશનીય કંપની ને સરખી રીતે ચલાવવા અને તેમનું સમર્થન કરવા માટે કરી રહી છું. હું મારા પ્લાન ને લઈને પણ એકસાઇટેડ છું."



જેફ બેજોસ અને મેકેન્જીન 25 વર્ષ પૂર્ણ થઇ ચુક્યા હતા. જેફ બેજોસ એ વર્ષ 1993 મેકેન્જી સાથે લગ્ન કર્યા હતા. જેફ અને મેકેન્જી ના ચાર બાળકો પણ છે. તે બંને ની મુલાકાત કોલેજ દરમિયાન થઇ હતી. બંને એ એક સાથે ઇન્વેસ્ટમેન્ટ ફર્મ D.E. Shaw માં કામ કર્યું. બંને એ વર્ષ  1993 માં લગ્ન કર્યા અને 1994 માં વોશિંગટન ના શહેર સિએટલ માં શિફ્ટ થયા. એજ વર્ષે જેફ બેજોસ એ એમેજોન ની શરૂવાત કરી.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog