Gujarati Article ઉપવાસમાં સાબુદાણાનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. તમે સાબુદાણાની ખીચડી, સાબુદાણાના પાપડ, સાબુદાણાના વડા ટ્રાય કર્યા હશે....

Gujarati - આજેજ બનાવો વારંવાર ખાવાનું મન થાય તેવા સાબુદાણા ના પરાઠા


Gujarati Article

ઉપવાસમાં સાબુદાણાનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. તમે સાબુદાણાની ખીચડી, સાબુદાણાના પાપડ, સાબુદાણાના વડા ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ક્યારેય સાબુદાણાના પરાઠા ટ્રાય કર્યા છે તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સાબુદાણાના પરાઠા.


સામગ્રી

  • 1 કપ - સાબુદાણા
  • 2 કપ - બાફેલા બટેટા
  • 1/2 ચમચી - જીરા પાઉડર
  • 3 ચમચી - સીંગદાણા
  • 1/4 ચમચી - કોથમીર
  • 1 ચમચી - બુરુખાંડ
  • 2 ચમચી - લીંબુનો રસ
  • સ્વાદાનુસાર - સિંધા લૂણ
  • પ્રમાણુસાર - તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ સાબુદાણાના પરાઠા બનાવવા માટે સાબુદાણાને બરાબર ધોઇને 2-3 કલાક પલાળીને રાખો. તે બાદ બાફેલા બટેટાને મશળી લો. હવે બટેટા અને સાબુદાણાને યોગ્ય રીતે મિક્સ કરી લો. હવે તેમા જીરા પાઉડર, સીંગદાણા, કોથમીર, લીંબુનો રસ, બુરુ ખાંડ અને મીઠું મિક્સ કરી લો. આ મિશ્રણનો લૂઆ બનાવીને તેને હાથમાં લો.


હવે હથેળીની મદદથી રોટલી જેવો આકાર આપો. ધ્યાન રહે કે આ કરતા સમયે હથેળી પર થો઼ડૂક તેલ લગાવી લો. હવે ઘીમી આંચ પર એક તવી ગરમ કરો. તવી ગરમ થતા તેની પર સાબુદાણાના પરાઠાને તેલ લગાવીને શેકી લો.


બન્ને બાજુથી આછા બ્રાઉન રંગના થાય એટલે તેને પ્લેટમાં લઇ લો. તૈયાર છે સાબુદાણાના પરાઠા. તેને દહી સાથે સર્વ કરો

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog