Gujarati  Article  જુની લોકકથા અનુસાર રસ્તામાં એક ભિખારી બેઠો હતો ત્યારે ત્યાંથી રાજાનો રથ પસાર થઇ રહ્યો હતો અને તે આવી ઊભો રહ્ય...

Gujarati - રાજાએ ભિખારીને કહ્યું કે મને થોડીક આપી દો,ભિખારી આ સાંભળીને હેરાન થઈ ગયો હતો,તેણે પોટલી માં થોડું અનાજ રાજાને આપ્યું અને ઘરે જઈને



Gujarati  Article 

જુની લોકકથા અનુસાર રસ્તામાં એક ભિખારી બેઠો હતો ત્યારે ત્યાંથી રાજાનો રથ પસાર થઇ રહ્યો હતો અને તે આવી ઊભો રહ્યો.

રાજા રથમાંથી ઊતરીને ભિખારી પાસે ગયા અને કહ્યું કે મને પણ થોડુંક અનાજ આપી દે,મને ગુરુ એ કહ્યું છે કે તારે આજે કોઈ ભિખારી પાસે ભીખ લેવી પડશે નહીંતર આ રાજ્ય ઉપર સંકટ આવી જશે. તમારે મારી મદદ કરવી પડશે કૃપા કરીને મને થોડી ભીખ આપો. 


આ વાત સાંભળીને ભિખારી હેરાન થયો કે રાજા તેમની પાસે ભીખ માંગી રહ્યા છે. ભિખારી રાજાને ના પણ કહી શકે તેમ ન હતો. 

તેણે પોતાની ઝોળીમાં હાથ નાખ્યો અને મુઠી અનાજ ની લીધી ત્યારે તે વિચારવા લાગ્યો કે જો હું આ અનાજ રાજા ને આપી દઈશ તો હું શું કરીશ? મારે રાજાને ઓછું આનાજ આપવું જોઈએ ત્યાર પછી તેણે થોડું અનાજ પાછું ઝોળીમાં નાખી દીધું. 


ભિખારી પાસેથી અનાજ લઈને રાજાએ તે અનાજ મંત્રીને આપ્યું તેના બદલામાં રાજાએ ભિખારીને એક પોટલી આપી અને કહ્યું કે તેને ઘરે જઈને ખોલે. 

જ્યારે ભિખારી ઘરે ગયો ત્યારે તેણે આ વાત તેમની પત્નીને કહી અને તે પોટલી ખોલીને જોયું તો તેમાં સોનાના સિક્કા હતા. પોટલી ખુલ્યા પછી ભિખારીને સમજમાં આવી ગયું કે મેં જેટલું અનાજ રાજાને આપ્યું તેટલાજ સોનાના સિક્કા તેણે મને આપ્યા. આ વિચારીને ભિખારી ખૂબ જ દુઃખી થઈ ગયો કે તેણે બધું જ કેમ રાજાને ના આપી દીધું? જો તે રાજાને વધુ અનાજ આપત્તો તેમનું આખું જીવન સફળ થઇ જાત. 


શીખ 

આપણે જેટલી મદદ કરીએ છીએ તે તો આપણને કોઈ ને કોઈ રૂપમાં મળી જાય છે એટલા માટે કોઈને મદદ કરતા સમયે ખોટો વિચાર ના કરવો જોઈએ અને કરેલા દાન વિશે કોઈને કહેવું પણ જોઈએ નહીં. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog