Gujarati Article અડધી રાત્રે કોઈએ સંત નો દરવાજો ખખડાવ્યો અને જયારે સંત એ દરવાજો ખોલ્યો તો જોયું કે તેમના ઘરની બહાર તેમનો શિષ્ય ઉ...

Gujarati - શિષ્ય અડધી રાત્રે સંત ના ઘરે ગયો અને તેણે કહ્યું કે આ ધન થી ભરેલી થેલી મારે દાન કરવી છે, તો ગુરુ એ કહ્યું કે તારે આટલી રાત્રે આવવાની શું જરૂર હતી...



Gujarati Article

અડધી રાત્રે કોઈએ સંત નો દરવાજો ખખડાવ્યો અને જયારે સંત એ દરવાજો ખોલ્યો તો જોયું કે તેમના ઘરની બહાર તેમનો શિષ્ય ઉભો છે અને તેના હાથમાં ધન થી ભરેલી થેલી છે. શિષ્યએ સંત ને પ્રણામ કર્યા પછી કહ્યું કે ગુરુદેવ મારે અત્યારે તમને આ ધન દાન કરવું છે.

સંત એ શિષ્ય ને કહ્યું કે તું મને આ દાન સવારે પણ કરી શકતો હતો.

આટ્લી રાત્રે તારે આવવાની શું જરૂર હતી. શિષ્ય એ કહ્યું કે ગુરુ જી તમે મને શીખવાડ્યું છે કે જયારે કોઈ સારું કામ કરવાનો વિચાર આવે તો તેને કરી નાખવો જોઈએ. નહીંતર પછી મન બદલી શકે છે.


ખરાબ કામ કરતા પહેલા વારંવાર વિચારો પરંતુ સારું કામ તરત કરી નાખવું જોઈએ. હું એટલા માટે આટલી રાત્રે આવ્યો છું કે સવાર સુધી માં મારા મન માં ખરાબ વિચાર ના આવી જાય અને મારુ મન ના બદલી જાય. એટલા માટે હું આ ધન અત્યારેજ દાન કરવા માંગુ છું.


શિષ્યની આ વાત સાંભળી ને સંત ખુબજ ખુશ થયા અને તેને ગાલે લગાવી લીધો. સંત એ કહ્યું કે જે વ્યક્તિ આ વાત ને પોતાના જીવન માં ધારણ કરે છે. તેને ક્યારેય અસફળતા ને સહન નથી કરવી પડતી અને તે ક્યારેય ખરાબ કામ નથી કરતો.

શીખ

આ કહાની થી આપણ ને શિક્ષા મળે છે કે આપણા મન માં ઘણા પ્રકાર ના વિચાર આવે છે, જેમાંથી થોડા સારા હોય છે અને થોડા ખરાબ હોઈ છે. સારા વિચારો ઉપર તરતજ અમલ  કરવો જોઈએ. ખરાબ વિચાર ના કારણે આપણું મન બદલી શકે છે. ખરાબ કામ કરતા પહેલા આપણે વારંવાર વિચારવું જોઈએ, જેથી આપણે કોઈ ખરાબ કામ ના કર્યે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....



 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog