Gujarati Article એક ગામ માં બે ગરીબ ખેડૂત રહેતા હતા. તે ખુબજ મુશ્કેલી થી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. બંને ખેડૂત પાસે થોડી થ...

Gujarati - બે ગરીબ ખેડૂત ની આત્મા યમલોક પહોંચી, યમરાજ એ કહ્યું કે તમારું બંને નું જીવન ખૂબજ સારું રહ્યું, આ સાંભળીને એક ખેડૂત ખુબજ ગુસ્સે થયો અને કહ્યું કે ભગવાન


Gujarati Article

એક ગામ માં બે ગરીબ ખેડૂત રહેતા હતા. તે ખુબજ મુશ્કેલી થી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. બંને ખેડૂત પાસે થોડી થોડી જમીન હતી. તે તેજ જમીન થી પોતાનું ખાવાની વ્યવસ્થા કરતા હતા. એક દિવસ સંયોગ થી બંને ની મૃત્યુ થઇ ગઈ. બંને ગરીબ ખેડૂત ની આત્મા યમલોક પહોંચી. યમલોક માં તે બંને ને યમરાજ એ કહ્યું તમારા બંને નું જીવન ખુબજ સારું રહ્યું. આગળ ના જીવન માં તમે શું બનવા ઈચ્છો છો. યમરાજ ની આ વાત સાંભળીને એક ખેડૂત ખુબજ ગુસ્સે થયો અને ગુસ્સા માં કહ્યું મેં મારુ પૂર્ણ જીવન કંગાળ રીતે વ્યતીત કર્યું. દિવસ રાત અમે ઘણી મહેનત કરતા હતા. મારો પરીવાર એક પૈસા માટે તરસી રહ્યો હતો. મારુ જીવન સારું કઈ રીતે રહ્યું.

યમરાજ એ કહ્યું ઠીક છે તમે આગળ ના જન્મ માં શું બનવા માંગો છો.


ખેડૂત એ કહ્યું કે યમરાજ મને એવો બનાવો કે કોઈને મારે કઈ આપવું ના પડે અને મારી પાસે પૈસાજ પૈસા હોઈ. યમરાજ તથાસ્તુઃ કહીને બીજા ખેડૂત પાસે ગયા.

બીજા ખેડૂત એ કહ્યું કે ભગવાન દ્વારા મને બધુજ મળ્યું. સારો પરિવાર, થોડી જમીન જેનાથી હું મારુ પરિવાર નું પાલન પોષણ કરી રહ્યો હતો. મારા જીવન માં સુખ શાંતિ હતી. બસ મારે ત્યાં એકજ કમી હતી કે મારે ત્યાં કોઈ ભૂખ્યું આવતું હતું તો હું તેને ભુખ્યુજ પાછો મોકલી દેતો હતો કેમ કે મારી પાસે એટલું ન હતું કે હું તેમને આપી શકું.

યમરાજ એ બીજા ખેડૂત ને પૂછ્યું કે આગળ ના જન્મ માં તે શું બનવા માંગે છે. યમરાજ ને તે ગરીબ એ કહ્યું કે મને એવો બનાવી આપો કે મારા ઘરેથી કોઈ ભૂખ્યો પાછો ના ફરે.


બંને ખેડૂત એ ફરી જન્મ લીધો. ગુસ્સો કરવા વાળો ખેડૂત ગામનો સૌથી મોટો ભિખારી બની ગયો જેને આવતા જતા બધાજ લોકો પૈસા આપતા હતા. જયારે બીજો ખેડૂત ગામ નો સૌથી મોટો ધનવાન બની ગયો. અને હવે કોઈ પણ તેમના ઘરે આવે છે, ખાલી હાથે પાછો નથી ફરતો. તે બધાનીજ મદદ કરે છે.

સીખ

ભગવાન દ્વારા અપેલામાંજ સંતોષ રાખવો જોઈએ. આપણો સમય સારો છે કે ખરાબ તે આપણા વિચાર પર નિર્ભર કરે છે. જો આપણે સકારાત્મક વિચાર કરીયે છીએ તો બધું સારું થશે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....



 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog