Gujarati Article તમે પણ પુસ્તકો માં હિમનાવ વિષે જરૂર થી વાંચ્યું હશે. આજ સુધી કોઈ પણ એ નથી કહી શક્યું કે હિમમાનવ હિમાલય પર ક્યાં ર...

Gujarati - શું ખરેખર છે હિમાલય માં હિમમાનવ? ભારતીય સેનાએ એ પગના નિશાન ના ફોટો પડ્યા બહાર


Gujarati Article

તમે પણ પુસ્તકો માં હિમનાવ વિષે જરૂર થી વાંચ્યું હશે. આજ સુધી કોઈ પણ એ નથી કહી શક્યું કે હિમમાનવ હિમાલય પર ક્યાં રહે છે. લાંબા સમય થી હિમમાનવ રહેલ છે તેના ઉપર ઘણા તર્ક લગાવામાં આવે છે. ઘણીવાર લોકો દ્વારા દુનિયાભર માં હિમમાનવ યેતી ને જોવાની ઘટના સામે આવતી રહી છે. આ માન્યતા સદીઓ થી ચાલી આવે છે કે હિમમાનવ હિમાલય માં બનેલી ગુફામાં આજે પણ રહે છે.


પંરતુ અત્યાર સુધી હિમ માનવ રહેલ છે તેનો કોઈ પણ પુરાવો સામે આવ્યો નથી પંરતુ હવે પહેલીવાર ભારતીય સેના એ હિમમાનવ યેતી હોવાને લઈને મોટો દાવો કર્યો છે. આ દાવા પર વિશ્વાસ એટલા માટે કરવામાં આવી શકે છે કે કેમ કે સેના ના દાવા ને ઘણો વિશ્વસનીય માનવામાં આવે છે.


ભારતિય સેનાએ એ પહેલી વાર હિમમાનવ યેતી ની મોજુદગી ને લઈને થોડા સબુતો પેશ કર્યા છે. સેનાએ દ્વારા ટ્વિટર પર થોડી તસ્વીરો શેયર કરવામાં આવી છે જેમાં બરફ પર પગ ના મોટા નિશાન નજર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નિશાન હિમમાનવ યેતી ના હોઈ શકે છે.


સેનાએ એ જાણ સૂચના વિભાગ ની તરફ થી કરવામાં આવેલ ટ્વીટ માં કહ્યું કે પહેલી વાર ભારતીય સેનાએ ની એક પર્વતારોહ ટિમ એ 9 એપ્રિલ, 2019 એ મકાલૂ બેસ કેમ્પ ના લગભગ 32 અને 15 ઇંચ વાળા રહસ્યમયી હિમમાનવ યેતી ના પગ ના નિશાન જોયા. આ માયાવી સ્નોમેન આનાથી પહેલા મકાલૂ-બરુન નેશનલ પાર્ક માં જોવા મળ્યો હતો.


દુનિયાના સૌથી રહસ્યમયી પ્રાણીઓ માંથી એક યેતી ની કહાની લગભગ સો વર્ષ જૂની છે. ઘણીવાર તેને જોવાની ખબર પણ સામે આવી છે. લદાખ ના થોડા બૌદ્ધ મઠો એ પણ હિમમાનવ યેતી ને જોવાનો દાવો કર્યો છે. ત્યાંજ શોધકર્તા યેતી ને મનુષ્ય નહિ પરંતુ ધ્રુવીય અને ભૂરા ભાલુ ની ક્રોસ બ્રીડ એટલે કે સંકર નસલ કહે છે.


થોડા વૈજ્ઞાનિક નું કહેવું છે કે યેતી એક વિશાળકાય જીવ છે જેનો ચહેરો વાનર જેવો હોય છે, પરંતુ તે માણસ ની જેમજ બે પગ ઉપર ચાલે છે. તેને જોવા ના રોમાંચક કિસ્સા ઘણા સાંભળવામાં આવે છે. પરંતુ તેને લઈને વૈજ્ઞાનિક પણ એકમત નથી.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog