Gujarati Article જયારે એક વ્યક્તિ ફળ ખરીદવા માટે ગયો તો તેણે જોયું કે દુકાન પર ફળ તો રાખેલા છે પરંતુ તે ફળ ને વેચનાર કોઈ પણ ન...

Gujarati - ફળ ની એક દુકાન પર બોર્ડ લગાવેલું હતું , તેની ઉપર લખેલું હતું કે મારી માં બીમાર છે, મારે દવા આપવા માટે જવું પડે છે, તમે ફળ લઈને પૈસા ત્યાં ગલ્લા માં રાખી દો, સાંજે એક આદમીએ પૂછ્યું શું તમારા ફળ...


Gujarati Article

જયારે એક વ્યક્તિ ફળ ખરીદવા માટે ગયો તો તેણે જોયું કે દુકાન પર ફળ તો રાખેલા છે પરંતુ તે ફળ ને વેચનાર કોઈ પણ નથી. તે વ્યક્તિ એ દુકાન પર એક બોર્ડ જોવા મળે છે જેના પર લખેલું હોય છે કે મારી વૃદ્ધ માતા બીમાર છે. એટલા માટે મારે થોડી થોડી વાર એ તેને દવા આપવા માટે જવું પડે છે. તો તમારે ઉતાવળ છે તો તમારી રીતે તમે ફળ લઇ શકો છો એન પૈસા ગલ્લા માં રાખી શકો છો. તેના ઉપર ફળ ની કિંમત પણ લખેલી હતી.

વ્યક્તિ એ થોડો સમય સુધી તે ફળ વેચનાર વ્યક્તિ ની રાહ જોઈ.

પરંતુ જયારે તે ના આવ્યો ત્યારે તેણે પોતેજ 1 કિલો સફરજ લીધા, એક ડઝન કેળા લીધા અને બોર્ડ પર લખેલા ફળો ના હિસાબે ગલ્લા માં પૈસા નાખી દીધા. તે વ્યક્તિ સાંજે પોતાના ઘરે ચાલ્યો ગયો.


જયારે તે બહાર ફરવા નીકળ્યો ત્યારે તેણે તે દુકાન નો વ્યક્તિ જોવા મળ્યો. તેને પૂછ્યું શું તમે આવીજ રીતે રોજે તમારી માતાને દવા આપવા માટે જાવ છો અને આ રીતે દુકાન ને ખુલ્લી છોડી દો છો. તો શું તમારા ફળ અને પૈસા કોઈ ચોરી નથી કરતુ? ફળ વાળા એ કીધું કે મારી માતા છેલ્લા ઘણા મહિના થી બીમાર છે. તેમના સિવાય મારા પરિવાર માં કોઈ પણ નથી.

માં ની સંભાળ રાખવા માટે મારે જાજો સમય તેમની સાથેજ વિતાવવો પડે છે. હું રોજેજ અહીજ મારા ફળ ને રાખી દવ છું અને બોર્ડ લગાવીને ચાલ્યો જાવ છું. અને સાંજે હું બધું લઈને ઘરે ચાલ્યો જાવ છું. આજ સુધી એક પણ ફળ ઓછું નથી થયું અને ના તો પૈસા ચોરી થયા મને હંમેશા કરતા થોડા વધુ પૈસા મળે છે.


ક્યારેક ક્યારેક કોઈ તો મારી માતા માટે ખાવાનું છોડીને જાય છે અને કોઈ બીજી વસ્તુઓ. એક નાની બાળકી તો મારી માતા માટે પુલાવ રાખીને ગઈ હતી અને તેણે એક કાગળ માં લખ્યું હતું કે અમ્મા માટે.

1 દિવસ ડોક્ટર પોતાનું કાર્ડ છોડીને ગયા અને તેણે પાછળ લખ્યું હતું કે જો માતા ની તબિયત ખરાબ થઇ જાય તો તું મારી પાસે આવી જજે. આ કારણે મારી કમાણી સારી થઇ જાય છે. હું મારી માતાની સેવા કરી લવ છું અને થોડા પૈસા પણ કમાઈ લવ છું.

શીખ

આ કહાની થી આપણ ને શિક્ષા મળે છે કે ભલે ગમે તેવી તકલીફ હોઈ પરંતુ જીવન માં ક્યારેય પણ હાર ન માનવી જોઈએ. કોઈને ને કોઈ રસ્તો જરૂર થી મળી જાય છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog