Gujarati Article ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માં દયાબેન ના કિરદાર ની ચર્ચા એક વાર ફરી તેજ થઇ ગઈ છે. આ સિરિયલ માં દયાબ...

Gujarati - "તારક મહેતા" માં પાછી ફરી રહી છે દયાબેન, અંજલિ સાથે શેયર કરી તસ્વીરો



Gujarati Article

ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માં દયાબેન ના કિરદાર ની ચર્ચા એક વાર ફરી તેજ થઇ ગઈ છે. આ સિરિયલ માં દયાબેન નો રોલ પ્લે કરનાર દિશા વકાણી એ 2017 માં મેટરનિટી લિવ લીધેલી હતી. ત્યારબાદ દિશા વકાણી શો માં પરત ફરી નથી. તેના સિરિયલ ની બહાર ગયા ના 2 વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે.


થોડા મહિના પહેલા આ એક્ટ્રેસ ને લઈને ખબર આવી હતી કે તે શો છોડી રહી છે. પરંતુ ત્યારબાદ એ ખબર પણ આવી કે તે કમબેક પણ કરી શકે છે. ત્યાંજ આ ખબર વચ્ચે દિશા વાકાણી એ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ માં એક ફોટો પણ શેયર કર્યો છે, જેના પછી તેમનું શો માં પાછું આવવાની ખબર ખુબસ ફાસ થઇ ગઈ.


આ તસ્વીર માં તે દયાબેન ના કિરદાર માં દેખાઈ રહી છે. ત્યારબાદ તેની સાથે તેને કેપશન માં લખ્યું - Smile  Are Always in Fashion! તેમની સિવાય દિશા એ વધુ એક તસ્વીર શેયર કરી છે. દિશા આ તસ્વીર માં તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં ની કો-સ્ટાર નેહા મહેતા ની સાથે નજર આવી રહી છે.


સિરિયલ માં નેહા અંજલિ મહેતા નો રોલ પ્લે કરી રહી છે. તસ્વીર માં બંને એક્ટ્રેસ એક સાથે પોજ આપતા સ્માઈલ કરતી જોવા મળી રહી છે. દિશા એ આ તસ્વીર શેયર કરતા લખ્યું "અંજલિ વિથ દયા". આ તસ્વીર ને જોતાજ નવા વિચાર શરુ થઇ ગયા છે. એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે શું દયાબેન શો માં પાછી ફરી રહી છે? આ પ્રકાર ના ઘણા સવાલ ફેન્સ સોસીયલ મીડિયામાં પૂછી રહ્યા છે.


થોડા દિવસો પહેલાજ પ્રોડ્યુસર અસિત મોદી એ કહ્યું કે જો દિશા શો માં પાછી ફરશે તો ઓડિયન્સ તેમને ખુબજ પ્રેમ આપશે. અમે દયા ના પાછા ફરવા માટે તેમના ઘણા કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી. ત્યાં દિશા એ પણ પ્રોડકશન હાઉસ નીલા ટેલીફિલ્મ્સ થી જોડાયેલા વ્યક્તિને સંપર્ક કર્યો છે. જો દિશા વકાણી શો માં પછી ફરશે તો તે ફેન્સ માટે કોઈ ગિફ્ટ થી ઓછું નહિ હોઈ.



0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog