Gujarati Article તને વાવાઝોડા સાથે સરખાવતા મેસેજીસ અને લગ્નજીવન ઉપર કરાયેલા અસંખ્ય જોક્સ વાંચી અને ફોરવર્ડ કરીને હું રાજી થતો હોઉં...

Gujarati - પ્રિય પત્ની - પત્ની ત્યાગ અને સમર્પણ ની મૂર્તિ છે,ઘરની લક્ષ્મી છે,દરેક પતિ ને એક વાર જરૂર થી વાંચવાલાયક પત્ની ના ત્યાગ અને સમર્પણ


Gujarati Article

તને વાવાઝોડા સાથે સરખાવતા મેસેજીસ અને લગ્નજીવન ઉપર કરાયેલા અસંખ્ય જોક્સ વાંચી અને ફોરવર્ડ કરીને હું રાજી થતો હોઉં છું. વર્ષોથી પત્ની ઉપર બનતા જોક્સ અને મજાકની જાણ હોવા છતાં પણ એનો વિરોધ ન કરવા બદલ તારો આભાર. તારી મજાક ઉડાવીને પણ અંતે તો હું ખુશ જ થતો હોઉં છું, એવું વિચારીને કદાચ તું માફ કરી દેતી હોઈશ. 


લગ્ન પછી પૈસા અને તારી નબળાઈઓ ગણવામાં એટલો બધો વ્યસ્ત થઈ ગયેલો કે તારી ઉદારતા તરફ ધ્યાન જ ન આપી શક્યો. એ દરેક પતિની ફરજ છે કે જેટલી નિષ્ઠા અને પ્રમાણિકતાથી એની પત્ની સાથે દલીલબાજી અને ઝગડાઓ કર્યા છે, એટલી જ પારદર્શકતા રાખીને એની માફી માંગી લે. 


પ્રિય પત્ની, એકાદી માફી એવી રાખ જે મને માંગ્યા પછી જ મળે. થોડો સમય ગુસ્સો કરીને પછી આપમેળે માની જવાની હવે તને કુટેવ પડી ગઈ છે. મને પ્રેમ તો ઘણી સ્ત્રીઓએ કર્યો હશે પણ તું એ સ્ત્રી છે જેણે મારી જવાબદારીઓને પણ પ્રેમ કર્યો છે. કોઈ વ્યક્તિ ગમતી હોય ત્યાં સુધી તો કોઈપણ એની સાથે રહી શકે. તું એવા સમય અને સંજોગોમાં મારી સાથે રહી છે જ્યારે હું કદાચ અણગમતો પણ થયો હોઉં. ફરિયાદો કરીને, ઝગડાઓ કરીને, ગુસ્સો કરીને કે અબોલા લઈને પણ તેં ક્યારેય મને છોડવાનો વિચાર નથી કર્યો. 


દરેક પતિની નબળાઈઓ સૌથી સારી રીતે એની પત્ની જ જાણતી હોય છે. એ નબળાઈઓનો ક્યારેય ફાયદો ન ઉઠાવવા માટે આજે તને થેન્ક યુ કહેવું છે. તારી હાજરીમાં કોઈ સુંદર સ્ત્રીને ત્રાસી નજરે જોઈ લીધી હશે.કોઈની સાથે ફ્લર્ટ કરી લીધું હશે ક્યારેક ઓનલાઈન અને ક્યારેક રૂબરૂમાં પણ. તારી જાણ બહાર કદાચ કોઈ સ્ત્રીનો હાથ પણ પકડ્યો હશે અને એ શક્યતાની જાણ હોવા છતાં પણ તું અજાણ રહી હોઈશ. આજે ઓફિસે મોડું થયું એવું કહીને મિત્રો સાથે બહાર ગયો હોઈશ અને છતાં એ જુઠ્ઠાણું તું નહીં પકડી શકી હો. મોબાઈલના પાસવર્ડની પાછળ સંતાડીને રાખી હશે કેટલીક સિક્રેટ વોટ્સ એપ ચેટ્સ અને કેટલાક ખાનગી ફોટાઓ, જે તેં ક્યારેય જોવાની કોશિશ નથી કરી. 


કબૂલ છે. તને નહીં આપેલા સમય માટે તેં ફરિયાદો કરી હશે. પણ બીજા કોઈને આપી દીધેલા સમય માટે તેં ક્યારેય પ્રશ્નો નથી પૂછ્યા. એવા અસંખ્ય દાખલાઓ હશે જ્યારે તારે ઝગડો કરવો જોઈતો’તો અને છતાં તેં ન કર્યો. એવી અસંખ્ય દલીલો હશે જેમાં તું સાચી હોઈશ પરંતુ મારા લોજીક અને એગ્રેશન સામે તેં હાર સ્વીકારી લીધી હશે. મારી કેટલીય એવી ભૂલો હશે, જે તેં બાળકો સુધી પહોંચવા દીધી નહીં હોય. 


દરેક સંતાન માટે એના પિતા હીરો એટલા માટે હોય છે કારણકે એના પિતાની ભૂલો, બેજવાબદાર વર્તન અને ખામીઓ એ સંતાનની મમ્મીને કારણે ઢંકાયેલી રહે છે. બહારની દુનિયામાં સતત વ્યસ્ત હોવા છતાં પણ ઘરે આવું ત્યારે કોઈપણ ફરિયાદ વગર આપણું બાળક જો મને પ્રેમ કરી શકતું હોય, તો એનો યશ તને જાય છે. સમય અને પ્રશંસા, દરેક પત્નીની મૂળભૂત જરૂરીયાતો છે. એ ન મળવા છતાં પણ સમાધાન કરીને સાથે રહેવું, કદાચ એને જ સમર્પણ કહેવાતું હશે. સરનેમ અને સરનામું બદલાવીને ઘરે લાવેલી સ્ત્રી આમ અચાનક ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ થઈ જાય, તો લક્ષ્મી પણ રિસાય અને સરસ્વતી પણ. 


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog