Gujarati Article  ઉત્તર પ્રદેશ ના અલીગઢ ના મિર્જાપુર ગામ માં રહેનાર બે વ્યક્તિ બાબુ ખા તેમજ અબરાર ના વિષે જાણીને તમારું દિલ પણ ખુશી ...

Gujarati - જેટલી શિધ્દત થી નમાજ વાંચે છે, એટલુંજ લગન થી રામાયણ નો પાઠ પણ કરે છે


Gujarati Article 
ઉત્તર પ્રદેશ ના અલીગઢ ના મિર્જાપુર ગામ માં રહેનાર બે વ્યક્તિ બાબુ ખા તેમજ અબરાર ના વિષે જાણીને તમારું દિલ પણ ખુશી થી જુમી ઉઠશે. આ બંને ના મસ્જિદ માં નમાજ પણ વાંચે છે અને ભોળાનાથ ના મંદિર માં પૂજા પણ કરે છે.


તે મુસ્લિમ ધર્મ ની કુરાન જેટલી શિદ્દત સાથે વાંચે છે તેટલુંજ ઉત્સાહ સાથે તે રામચરિત માણસ નો પાથ પણ કરે છે. એટલુંજ નથી પરંતુ શિવ પુરાણ ના સ્લોક જયારે તે વાંચવાનું શરુ કરે છે તો સાંભળનાર મંત્ર મુગ્ધ થઇ જાય છે. તેમનું માનવું છે કે ઈશ્વર એક છે. ફક્ત તેમના રૂપ અલગ છે. જો એકજ ઈશ્વર એ આપણે બધાજ ની રચના કરી છે તો આપણે માણસો ભેદભાવ શા માટે કર્યે. બાબુ ખા અને અબરાર પોતાના ક્ષેત્ર માં સાંપ્રદાયિક ના લહેર માટે બધાનું દિલ જીતી રહ્યા છે.

પોતાના પૈસે બનાવ્યું મંદિર

બાબુ ખા એ 2013 માં પોતાના પૈસે એક મંદિર નું નિર્માણ પણ કરાવ્યું. આ મંદિર સિડીએફ ચોકી ના નજીક સ્થિત છે. અહીં નો રસ્તો વધુ ઉબડ ખાબડ છે. એવા માં અહીંથી પસાર થતા લોકો વધુ ડરે છે. તેમના ડર ને હિંમત માં બદલવા માટે બાબુ ખા એ મન માં મંદિર બનાવવા નો વિચાર કર્યો. એવા માં સૌથી પહેલા તેણે ત્યાં લોકલ લોકોની સલાહ લીધી અને લગભગ 20 ગજ જગ્યા માં મંદિર બનાવ્યું. આ મંદિર બનાવવા માં જેટલા પણ પૈસા લાગ્યા તે બાબુ ખા એ પૈસા આપ્યા. તેને આ મંદિર બનાવવા માં જરાક પણ કંજુસાઈ કરી નથી. તેને આ મંદિર માં સંગમરમર ના પથ્થરો નો ઉપયોગ કર્યો છે. આ પથ્થર અને તેને બનાવર મજદૂર દિલ્લી થી બોલાવવા માં આવ્યા હતા.


મળી ચુક્યા છે પુરસ્કાર

પોતાના આ સારા વિચારો અને સારા કામ માટે તેને પ્રશાસન તરફ થી એક અથવા તો બે નહિ પરંતુ ત્રણ વાર ગંગા જમુનિ પુરસ્કાર પણ મળી ચુક્યા છે. બાબુ ખા ના દિવસ ની શરૂવાત નમાજ વાંચ્યા પછી થાય છે. ત્યારબાદ તે સીધાજ મંદિરે આવે છે અને શિવજી ની પૂજા અને આરાધના કરે છે. મંદિર ના પૂજારી ની જિમ્મેદારી અબરારે સાંભળેલી છે. તેના સિવાય બાબુ ખા ના 5 દીકરા અને ત્રણ દીકરી ઓ પણ મંદિર ની દેખરેખ નું કામ કરે છે. આ મંદિર માં બધીજ હિન્દૂ પૂજા અને અનુષ્ઠાનો નું પાલન કરવામાં આવે છે. અબરાર ને શિવ પુરાણ ની સંપૂર્ણ જાણકારી પણ છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog