Gujarati Article કોબી ના કોફ્તા જો તમે એક વાર ખાઈ લેશો તો તમે પણ તમારી આંગળી ચાટતા નહિ રોકી શકો તો ચાલો જાણીએ કોબી ના કોફ્તા ની...

Gujarati - કોબી ના સ્વાદિષ્ટ કોફ્તા બનવાનું શીખી લો આજેજ


Gujarati Article

કોબી ના કોફ્તા જો તમે એક વાર ખાઈ લેશો તો તમે પણ તમારી આંગળી ચાટતા નહિ રોકી શકો તો ચાલો જાણીએ કોબી ના કોફ્તા ની આ સરળ રેસિપી.


સામગ્રી 5 લોકો માટે


  • એક નાની કોબી
  • 2 મોટી ડુંગળી ની પેસ્ટ 
  • 2 મોટા ટામેટા ની પેસ્ટ 
  • 1 મોટી ચમચી આદુ લસણ ની પેસ્ટ 
  • 200 ગ્રામ ચણા નો લોટ 
  • 4 લીલી મરચી કાપેલી 
  • 1 નાની ચમચી ગરમ મસાલો 
  • 1 મોટી ચમચી શાકભાજી મસાલો 
  • 2 નાની ચમચી અજમા 
  • અડધી ચમચી મેથી ના દાણા
  • 2 મોટી એલચી 
  • 3 તજ પતા
  • 1 નાની ચમચી હળદર પાવડર
  • 1 નાની ચમચી લાલ મરચું પાવડર
  • લીલા ધાણા બારીક કાપેલા 
  • તેલ જરુરીયા પ્રમાણે 
  • મીઠું સ્વાદ અનુસાર 

બનાવવા ની વિધિ

સૌથી પહેલા કોબી ને નાના ટુકડામાં કાપી લો અને મિક્સર માં સારી રીતે પીસી નાખો (ધ્યાન રાખો કે વધુ ભીની ના હોઈ). હવે તેમાં ચણા નો લોટ, 1 ચમચી અજમા, ચપટી ભરીને હળદર, અડધી ચમચી શાકભાજી નો મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર અને થોડુંક એવું મીઠું નાખીને સારી રીતે મિક્ષ કરો. (ધ્યાન રાખો કે થોડુંક પણ ભીનું ના રહે).

હવે ગેસ ઉપર કડાઈ ને ગરમ કરો અને થોડુંક ફ્રાય કરવા માટે તેલ નાખો, સારી રીતે ગરમ થયા પછી કોબી ના પેસ્ટ ને નાની નાની ગોળી બનાવીને તેલ માં નાખો અને ગોલ્ડાન બ્રાઉન થવા સુધી થોડા ફ્રાય કરો અને પછી કાઢી લો. આ પ્રકારે બધીજ પેસ્ટ ને ગોળી બનાવીને ફ્રાય કરી લો.

હવે તેજ કડાઈ માં અથવાતો બીજી કડાઈ માં ગ્રેવી તૈયાર કરો. તેના માટે 2 મોટી ચમચી તેલ નાખો અને તેમાં વધેલ અજમા, અડધી ચમચી મેથી ના દાણા, સાથે તજ પત્તા, મોટી એલચી નાખીને તડકો લગાવો. હવે તેમાં ડુંગળી ની પેસ્ટ ઉમેરો, સાથેજ આદુ અને લસણ ની પેસ્ટ નાખીને ફ્રાય કરો. હવે તેમાં વધેલો ગરમ મસાલા પાવડર, લાલ મરચું પાવડર, હળદર અને મીઠું નાખો અને સારી રીતે હલાવો. લગભગ 1-2 મિનિટ પછી ટામેટા ની પેસ્ટ ને નાખીને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી તેલ ઉપર દેખાવા ના લાગે.

હવે પાણી નાખીયે, પાણી તમે તમારા હિસાબે નાખી શકો છો ગ્રેવી ને જાડું અથવા પાતળું કરવા. ત્યારબાદ ફ્રાય કરેલ ગોળી ને ગ્રેવી માં નાખો અને ઢાંકીને ધીમી આંચે 10 મિનિટ સુધી પાકવા દો. છેલ્લે તેને લીલા ધાણા સાથે ગાર્નિશ કરો. તમારું સ્વાદિષ્ટ કોફ્તા તૈયાર છે. તેને રોટલી અને ભાત સાથે ગરમા ગરમ પરોસો.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog