Gujarati Article મધ્યપ્રદેશ ના બેતુલ જિલ્લા સ્થિત બાચા ગામ થી આપણે બધાજ લોકો એ સીખ લેવાની જરૂર છે. આ ગામ દુનિયાનું પહેલું સોલાર...

Gujarati - દુનિયા નું પહેલું સોલાર ગામ છે બાચા, જ્યાં કોઈ પણ ઘરમાં ચૂલા ઉપર નથી બનતું ભોજન


Gujarati Article

મધ્યપ્રદેશ ના બેતુલ જિલ્લા સ્થિત બાચા ગામ થી આપણે બધાજ લોકો એ સીખ લેવાની જરૂર છે. આ ગામ દુનિયાનું પહેલું સોલાર ગામ છે, જ્યાં કોઈ પણ ઘરમાં ચૂલા ઉપર જમવાનું નથી બનતું. ગામ માં હવે લોકો લાકડા માટે જંગલ નથી જતા. અહીં બધાજ ઘરે ઈન્ડેકશન ઉપર ભોજન બને છે. જેના માટે લોકો વીજળી નો પ્રયોગ નથી કરતા.

દુનિયાનું પહેલું સોલાર ગામ હોવાનો દાવો આઈઆઈટી મુંબઈ, ઓએનજીસી અને વિદ્યા ભરતી શિક્ષણ સંસ્થાન કરી રહ્યા છે. આ ગામ માં કોઈ લાકડાનો ચૂલો નથી સળગતો અને નથી કોઈ એલપીજી ગેસ સિલિન્ડર નો પ્રયોગ થતો. બધાના ઘરમાં ઇન્ડેકશન છે, જેના ઉપર લોકો ભોજન બનાવે છે. સાથે જ સૌર ઉર્જા થી જ પોતાના ગામ ને રોશન કરે છે.

બૈતુલ જિલ્લા ના ઘોડાડોગરી બ્લોક સ્થિત બાચા ગામ ની ઓળખાણ પુરા વિસ્તાર માં એક ખાસ કારણ છે. પર્યાવરણ દિવસ ના મોકા પર આ ગામ ની ચર્ચા પર દેશ માં થઇ રહી હતી. કેમ કે આ ગામ ભારત ના અન્ય ગામ થી અલગ છે. અહીં લેમ્પ ચાલુ થાય છે, પાંખો ચાલે છે, ટીવી ચાલે છે પરંતુ બધુજ વીજળી થી નહિ પરંતુ સૌર ઉર્જા થી થાય છે. આઈઆઈટી મુંબઈ એ આ ગામ ને સોલાર વિલેજ બનાવ્યું છે.

2017 માં શરુ થયું હતું આ કામ

આઈઆઈટી મુંબઈ એ આ ગામ ની પસંદગી 2 વર્ષ પહેલા કરી હતી. ત્યાર બાદ આ ગામ ને સોલાર વિલેજ બનવાનું કામ શરુ કર્યું. ડિસેમ્બર 2018 માં બધા ઘરો માં સૌર ઉર્જા પ્લેટ, બેટરી અને ચૂલો લગાવવા નું કામ પૂરું થઇ ગયું.

એક ઘર માં સોલર યુનિટ અને ચૂલો લગાવવા માં 80 હજાર રૂપિયા નો ખર્ચો થયો છે. પરંતુ વિશેષજ્ઞો ની માનવું છે કે જો વધુ ઓર્ડર આવે તો ખર્ચો થોડો ઓછો થઇ શકે છે. આ ચૂલા થી 5 સભ્યો ના પરિવાર માં એક દિવસ માં ત્રણ વાર ખાવાનું બનાવી શકાય છે. બાચા ગામ માં બધાજ ચૂલા નિઃશુલ્ક લગાવામાં આવ્યા છે. સૌર ઉર્જા થી ચલિત ચૂલા ની સોલાર પ્લેટ થી 800 વોલ્ટ વીજળી બને છે. તેમાં લાગેલા બેટરી યુનિટ વીજળી સ્ટોર રહે છે.

બાચા ગામ ના લોકો એ કહ્યું કે હવે અમારે જંગલ માં લાકડા માટે નથી જવું પડતું. ના આગ ઓલવવા માટે સમય બગાડવો પડે છે. વાસણ અને દીવાલો કાળી નથી થતી. ભોજન પણ સમયસર બની જાય છે. તેનાથી સમય ની બચત પણ થાય છે.

આ ગામ માં 74 ઘર છે. બધાજ ઘરો માં સોલાર યુનિટ છે. ગામ માં આદિવાસી છે. સૌર ઉર્જા હોવાના કારણે ગામ ના લોકો હવે જંગલ નથી જતા. એટલા માટે જંગલ હવે કપાતા નથી. સાથેજ ગામ પ્રદુષણ મુક્ત થઇ ગયું.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog