Gujarati Article ભારત જેવા દેશ માં મહિલા થોડી અસુરક્ષિત માનવામાં આવે છે પરંતુ આજે આપણે એવી પોસ્ટ વિષે જાણવા જઈ રહ્યા છીએ જેને જાણી...

Gujarati - સાઇકલ થી 15000 કિમિ ફરી ભારત ની આ દીકરી


Gujarati Article

ભારત જેવા દેશ માં મહિલા થોડી અસુરક્ષિત માનવામાં આવે છે પરંતુ આજે આપણે એવી પોસ્ટ વિષે જાણવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ ચોકી જશો. આજ ના સમય માં મહિલા સશક્તિકરણ એક મુદ્દો બની ચુક્યો છે.


આજ ના આધુનિક સમય માં બદલતા પરિવેશ માં મહિલા પોતાને ક્યાં અને કઈ રીતે ઉભેલી માને છે, તેનું જીવતું જાગતું ઉદાહરણ છે આંધ્રપ્રદેશ ની રહેવા વાળી હોનહાર દીકરી જ્યોતિ રોંગાળા. ભારત ની આ બહાદુર દીકરી એ ભારતીય સડકો પર મહિલાઓ ની સેફટી ને લઈને ખુલાસો કર્યો છે તે બધાની જ આંખો ખોલી દેશે.


આંધ્રપ્રદેશ ના દક્ષિણ ગોદાવરી જિલ્લા ની રહેવા વાળી 35 વર્ષીય જ્યોતિ એ 2017 માં એક સંદેશ ની સાથે પોતાનું મિશન શરુ કર્યું હતું કે ભારતીય રસ્તાઓ મહિલા માટે કેટલા સુરક્ષિત છે. આ વાત ને જાણવા માટે જ્યોતિ એ એકલીએજ આ કાર્ય ને શરુ કર્યું અને સાયકલ પર સવાર થઈને પોતાની ચીર યાત્રા ઉપર નીકળી પડી. ત્યારબાદ તેને ક્યારેય પાછળ ફરીને જોવાની શપથ લઇ ચુકેલી જ્યોતિ દેશ ના 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો ની સડકો ને જોઈ ચુકી છે.


હાલ માં જ્યોતિ અરુણાચલ પ્રદેશ ના પૂર્વ સિયાંગ જિલ્લા ના પાસીઘાટ પહોંચી, અહીં તેને સાયકલ ની લાંબી સવારી કરીને ગીનીજ બુક ઓફ વલ્ડ માં પોતાનું નામ દર્જ કરવાના ઉદેશ્યને અવગત કરાવ્યું છે. જ્યોતિ રોક કલાઇમ્બ પણ કરે છે એજ એક પ્રોગ્રામ માં તે દુર્ઘટનાનો શિકાર પણ થઇ ગઈ હતી. પરંતુ તે દુર્ઘટના તેમની આત્મવિશ્વાસ અને લગન ને ઓછું ના કરી શક્યો અને તેને દેશ ના 18 રાજ્યો માં પોતાની અનુઠી યાત્રા કરવાનું ચાલુ રાખ્યું.


જ્યોતિ સાયકલ થી રોજે 100 કિલોમીટર સુધી જાય છે. પોતાની આ કઠણ મિશન માટે તેને ભારત ની આ દીકરી એ કોઈ પણ પ્રકાર ની સરકારી સુવિધા લીધેલી નથી. પર્વતારોહી પ્રશિક્ષણ રોંગલા નું કહેવું છે કે પૂર્વોત્તર અને અરુણાચલ પ્રદેશ ના લોકો ની મહેમાન નવાજી ઘણીજ સારી છે. વિશ્વ રિકોર્ડ બનાવવા વળી જ્યોતિ 30000 કિલોમીટર ની દુરી ને સફર કરવાનો નવો કીર્તિમાન રચવા માંગે છે.


પૈસા નો અભાવ અને કોઈ નો સાથ ન મળવા છતાં પોતાની યાત્રા ચાલુ રાખીને જ્યોતિ મંદિર અથવા તો સાર્વજનિક સ્થાનો પર રોકાઈ ને પોતાનું ભોજન કરે છે. પરંતુ તેમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી કે ખુદ જ્યોતિ એ ખુલાસો કર્યો કે અત્યાર સુધી તે 15000 કિલોમીટર સુધીની યાત્રા કરી ચુકી છે. આ દરમિયાન તે શાંત થી લઈને ભીડ વાળા રસ્તા થી પસાર થઇ છે. પરંતુ તેને અત્યાર સુધી કોઈ પણ મુશ્કેલી નો સામનો કરવો પડ્યો નથી. જ્યોતિ નું કહેવું છે કે ભારતીય રસ્તાઓ મહિલા ઓ માટે એતાલ્જ સુરક્ષિત છે જેટલા પુરુષો માટે છે. તેને ડચ કપલ ના તે આરોપો ને પણ જૂઠો સાબિત કર્યો જેમાં તેને કહ્યું હતું કે ભારત મહિલાઓ માટે કોઈ રેપિસ્ટ દેશ થી ઓછો નથી.


ડચ કપલ ની આ વાત ને પરખવા માટે જ્યોતિ બિહાર ના ચંબલ જેવા ખતરનાક માનવામાં આવતા સ્થાન એ થી પણ એકલા નીકળી પરંતુ તેને કોઈએ ખરાબ નજર થી જોઈ પણ નથી અને કોઈ એ તેમને ટચ પણ કરી નથી. જ્યોતિ હવે અરુણાચલ પ્રદેશ સહીત અન્ય પહાડો વાળા વિસ્તાર વાળા પૂર્વોત્તર રાજ્યો જેવા મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ થી થઈને ભારત ના અન્ય રાજ્યો જેવા ભાગો માં યાત્રા માટે અનવરત રૂપ થી યાત્રા કરી રહી છે. જ્યોતિ પોતાના 30000 કિલોમીટર ની યાત્રા પુરી કરવાનું મિશન 2020 સુધી પૂરું કરવા માંગે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog