Gujarati Article કટલેસનું નામ સાંભળતાની સાથે જ ઘણા લોકોના મોંમાં પાણી આવી જાય છે. કટલેસ ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બનવા વાળી ...

Gujarati - બનાવો ઉપવાસ માં પણ ખાઈ શકાઈ તેવી ફરાળી કટલેસ


Gujarati Article

કટલેસનું નામ સાંભળતાની સાથે જ ઘણા લોકોના મોંમાં પાણી આવી જાય છે. કટલેસ ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બનવા વાળી વાનગી છે. તમે અનેક વાળ કટલેસ બનાવીને ખાધી હશે. તો આજે ફરી અમે તમારા માટે કટલેસની રેસીપી લઇને આવ્યા છીએ. પરંતુ આ કટલેસ તમે ઉપવાસમાં પણ ટ્રાય કરી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ફરાળી કટલેસ..

સામગ્રી

  • 500 ગ્રામ - બટાકા
  • 1૦૦ ગ્રામ - મોરૈયાનો લોટ
  • 50 ગ્રામ - સિંગ દાણાનો ભૂક્કો
  • 50 ગ્રામ - સિંગદાણા પલાળી - બાફેલા
  • 50 ગ્રામ -પલાળેલા સાબુદાણા
  • 2 ચમચી - ખાંડ
  • 1 ચમચી - કાજુના ટુકડા
  • 1 ચમચી - દ્રાક્ષ
  • 1/2 ચમચી - મરીનો પાવડર
  • 1/2 નંગ - લીંબુનો રસ
  • સ્વાદાનુસાર - સિંધા લૂણ
  • 2 ચમચી - કોથમીર


બનાવવાની રીત

સૌ પ્રથમ બટેટાને બાફી લો. હવે બટેટાને એક વાસણમાં લઇને મેશ કરી લો. તેમાં અડધો મોરૈયાનો લોટ ઉમેરો. ત્યાર પછી તેમા સીંગ દાણાનો ભૂક્કો, બાફેલા સિંગ દાણા, પલાળેલા સાબુદાણા,ખાંડ, કાજૂના ટૂકડા, દ્રાક્ષ. કાળામરીનો પાઉડર, લીંબુનો રસ, સિંધાલૂણ અને કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

હવે આ મિશ્રણને હાથમાં લેઇને કટલેસનો આકાળ આપી દો. હવે વધેલા મૌરૈયાના લોટમાં આ કટલેસને રગદોળી લો. હવે એક નોનસ્ટિક તવી ગરમ કરી લો. થોડૂક તેલ મૂકીને કટલેસને બન્ને બાજુથી આછા બ્રાઉન રંગની શેકી લો. તૈયાર છે ગરમા ગરમ ફરાળી કટલેસ..

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog