Gujarati Article અથાણું એક એવી વાનગી છે જેને દરેક લોકો ભોજન સાથે ખાય છે. ખાસ કરીને તમે દરેક પ્રકારના અથાણા બનાવીને ટ્રાય કર્યા છે ...

Gujarati - શું તમે ક્યારેય ખાધું બટેકા નું અથાણું? નોંધી લો આજેજ આ રીત


Gujarati Article

અથાણું એક એવી વાનગી છે જેને દરેક લોકો ભોજન સાથે ખાય છે. ખાસ કરીને તમે દરેક પ્રકારના અથાણા બનાવીને ટ્રાય કર્યા છે પરંતુ શુ તમે ક્યારેય બટેટાનું અથાણું ટ્રાય કર્યું છે. તમે અત્યાર સુધી બટેટાનું શાક ટ્રાય કર્યું હશે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય બટેટાનું અથાણું. જે સહેલાઇથી બની જાય છે.

સૌ પ્રથમ બટેટાને ધોઇને બરાબર સાફ કરી લો. હવે મીડિયમ આંચમાં એક કૂકરમાં પાણી અને બટેટા ઉમેરીને તેને પાંચ સીટી વગાડીને બાફી લો. હવે બટેટા ઠંડા થવા પર તેની છાલ ઉતારીને નાના ટૂકડામાં કટ કરી લો. હવે એક બાઉલમાં બટેટા, લાલ મરચું, આમચૂર, હળદર, રાઇ અને મીઠું મિક્સ કરો. હવે એક કઢાઇમાં તેલ ઉમેરીને તેલ ગરમ કરવા મૂકો.

તેલ બરાબર ગરમ થાય અને ધૂમાડો નીકળે એટલે ગેસની આંચ બંધ કરી દો. તેલ ઠંડુ થાય એટલે તેમા બટેટા ઉમેરી લો અને તેને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે બટેટાનું અથાણું. તેને 2-3 દિવસ સુધી તડકામાં જરૂરથી રાખો અને તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. જેથી મસાલો બરાબર મિક્સ કરી લો.
તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog