Gujarati Article આપણા ધાર્મિક ગ્રંથો માં ઘણી એવી વાતો કહેવામાં આવી છે, જેને આપણા જીવન માં અપનાવવા થી બધીજ મુશ્કેલીઓ માંથી બહા...

Gujarati - મહાભારત અનુસાર સફળતા માટે મનુષ્ય એ રોજે કરવા જોઈએ આ કામ


Gujarati Article

આપણા ધાર્મિક ગ્રંથો માં ઘણી એવી વાતો કહેવામાં આવી છે, જેને આપણા જીવન માં અપનાવવા થી બધીજ મુશ્કેલીઓ માંથી બહાર નીકળી શકાય છે.એવુજ મહાભારત માં જયારે યુધિષ્ઠિરે એ શ્રી કૃષ્ણ ને પૂછ્યું કે ભગવાન ક્યાં ક્યાં એવા કામ છે જે રોજે કરવા જોઈએ. આ વાત નો જવાબ દેતા શ્રી કૃષ્ણ એ કહ્યું કે મનુષ્ય ને પોતાના જીવન માં ચાર કાર્યો પોતાના જીવન માં દિનચર્યા માં સામેલ કરવી જોઈએ. તેનાથી અજાણ્યા થી થયેલા પાપો માંથી મુક્તિ મળે છે અને મનુષ્ય ખુશ રહે છે.

1 દાન દેવું


હિન્દૂ ધર્મ માં દાન ને ઘણુંજ મહત્વ આપવામાં આવ્યું છે. દાન કરવાની પરંપરા આપણા પૂર્વજો પાસે થી શીખતાં આવ્યા છીએ. મનુષ્ય એ નિયમિત રૂપ થી દાન કરવું જોઈએ. તેના શિવાય દાન કરવા સમયે દેખાડો ના કરવો જોઈએ. જે આ વાત નું ધ્યાન રાખીને દાન કરે છે તેને આજાણ્યા માં થતા પાપ નષ્ટ થાય છે.

2 મન ને વશ માં રાખવું


કહે છે કે મનુષ્ય પોતાના મન ને સુધારવા અને બગાડવા માટે પોતેજ જિમ્મેદાર હોય છે. મનુષ્ય નું મન સંચળ હોય છે. તે ક્યાં ભટકે છે તે આપણ ને પણ ખબર નથી હોતી. એવામાં આપણે આપણા મન ને વશ માં રાખવું જોઈએ. જો મનુષ્ય નું મન વશ માં નથી હોતું તો તે ખરાબ રસ્તે પણ ચાલી જાય છે.

3 હંમેશા સાચું બોલવું જોઈએ 


જે મનુષ્ય સત્ય ના રાહ પર ચાલે છે, તેમના રસ્તા માં ઘણીજ મુશ્કેલીઓ આવે છે, પરંતુ તેને એક દિવસ સફળતા જરૂર મળે છે. જીવન જીવવા માટે હંમેશા સત્ય નો રસ્તો પસંદ કરવો જોઈએ. ભલે તે કઠિન હોય છે પરંતુ આવા વ્યક્તિ ને બધીજ જગ્યા એ સફળતા મળે છે.

4 તપસ્યા કરવી


આપણા શાસ્ત્રો માં કહેવામાં આવ્યું છે કે વગર તપસ્યા ના મનુષ્ય સફળ નથી થતો. આપણે રોજે ભગવાન નું ધ્યાન કરવું જોઈએ. આપણી ભૂલો ની ક્ષમા માંગતા સારા કાર્ય હેતુ તપસ્યા કરવી જોઈએ. તપ થી મનુષ્ય સફળ વ્યક્તિ બને છે. તપ કરવાથી મુશ્કેલ રસ્તો પણ સરળ બને છે.

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog