30 માં સમર યુનિવર્સીટી ગેમ્સ માં 100 મીટર સ્પર્ધા માં ગોલ્ડ મેડલ જીતીને મહિલા દૂતી ચંદ એ ભારત નું નામ રોશન કર્યું છે. દૂતી ચંદ ની આ...

દૂતી ચંદ ને ગોલ્ડ મેડલ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ એ આપી શુભકામના


30 માં સમર યુનિવર્સીટી ગેમ્સ માં 100 મીટર સ્પર્ધા માં ગોલ્ડ મેડલ જીતીને મહિલા દૂતી ચંદ એ ભારત નું નામ રોશન કર્યું છે.

દૂતી ચંદ ની આ ખાસ ઉપલબ્ધી પર ભારત ના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ તેમને શુભકામના આપી છે. દૂતી ચંદ એ ઇટલી ના નેપલ્સ માં થયેલ યુનિવર્સીટી ગેમ્સ માં 11.32 સેકેંડ નો સમય લઈને ગોલ્ડ જીત્યો છે. આવું કરનાર પહેલી ભારતીય ખેલાડી છે.


રાષ્ટ્રપતિ ના આધારિત ટ્વીટર હેન્ડલ થી ટ્વીટ કરવામાં આવ્યું "નેપલ્સ માં આયોજિત યુનિવર્સીયાડ માં 100 મીટર દોડ ની સ્પર્ધા જીતવા પર દૂતી ચંદ ને શુભકામના. આ પ્રકાર ની સ્પર્ધા માં ભારત નો પહેલો ગોલ્ડ મેડલ છે અને દેશ માટે તે અપાર ગર્વ નો ક્ષણ છે. તમે આવા પ્રયત્નો ચાલુ રાખો અને ઓલમ્પિક માં આનાથી મોટી સફળતા પ્રાપ્ત કરો"

આજ રીતે પીએમ નરેન્દ્ર મોદી એ ટ્વીટ કર્યું "એક સાધારણ એથલીટ ની અસાધારણ ઉપલબ્ધી. મહિલાઓ ની 100 મીટર ફાયનલ માં ઘણી મહેનત કરતા ગોલ્ડ જીતવા પર દૂતી ચંદ ને શુભકામના. આપણા ભારત ને ગૌરવાવીંત કર્યું છે."


આની પહેલા 23 વર્ષીય ઘાવક દૂતી ચંદ એ સેમીફાયનલ માં 11.41 સેકન્ડ નો સમય લઈને ફાયનલ માટે કવોલિફાય કર્યું હતું. તમને કહી દઈએ કે રમત ના આ સંસ્કરણ માં ભારત માટે આ પહેલો ગોલ્ડ મેડલ છે. આના પહેલા યુનિવર્સીટી ગેમ્સ ના ઇતિહાસ માં કોઈ પણ ભારતીય ખેલાડી એ 100 મીટર સ્પર્ધા ના ફાયનલ માં જગ્યા નથી બનાવી.

દૂતી ચંદ એ બુધવારે ટ્વીટ કર્યું "વર્ષો ની મહેનત અને તમારી દુવા ના કારણે મેં એક વાર ફરી નેપલ્સ માં થયેલ વર્લ્ડ યુનિવર્સીટી ગેમ્સ માં 11.32 સેકેંડ નો સમય લઈને 100 મીટર સ્પર્ધા નો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો."

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog