Gujarati Article હૈદરાબાદ માં કામ કરી રહ્યા 32 વર્ષીય સોફ્ટવેર એન્જીનીયર પુલ્લીચરલા હનુમા રેડ્ડી આંધ્ર પ્રદેશ ના પીછડે જિલ્લા પ્રક...

પોતાના શોખ ના કારણે શરુ કરી હતી ખેતી અને હવે કમાય છે 1 લાખ રૂપિયા


Gujarati Article

હૈદરાબાદ માં કામ કરી રહ્યા 32 વર્ષીય સોફ્ટવેર એન્જીનીયર પુલ્લીચરલા હનુમા રેડ્ડી આંધ્ર પ્રદેશ ના પીછડે જિલ્લા પ્રકાશમ ના રહેનાર છે. તેમને પોતાના સુખાઈ પીડિત શેત્ર માં પોતાની જમીન પર ખેતી કરવાનું શરુ કર્યું. ત્યાં તે તાઇવાન માં થતી પ્રજાતિ ના જમરૂખ ની ખેતી કરે છે જેમાં પાણી ની ઘણીજ ઓછી માત્ર ઉપયોગ માં થાય છે અને ફળ નું ઉત્પાદન વધુ થાય છે.


હનુમા પ્રતિ સપ્તાહ થતી રજા માં ગામ જાય છે અને પોતાની ખેતી ની સાર સંભાળ રાખે છે. પાણી ની ઉણપ ને કારણે તેણે પોતાની જમીન ને એમજ છોડી દીધી હતી. પરંતુ હૈદરાબાદ આવ્યા પછી તેણે ખેતી ની નવી પદ્ધતિ ને શીખી. તે દરમિયાન તેમને ખબર પડી કે પાણી ના ઓછા પ્રયોગ કરવા પર જમરૂખ ની ખેતી કરી શકાય છે અને સારા એવા પૈસા કમાઈ શકાય છે. ત્યારબાદ તેમને પોતાની છ એકર જમીન પર જમરૂખ ના ચાર હાજર છોડ રોપ્યા.નવ મહિનામાંજ તેને સારું એવું ઉત્પાદન મળ્યું.

હનુમા ખેતી માં સૌર ઉર્જા નો પ્રયોગ કરે છે પાણી ની બચત કરવા માટે ડ્રિપ ઇરીગેશન પ્રણાલી નો પ્રયોગ કરે છે. હવે તેમના ઉત્પાદન ને ખરીદવા માટે બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમની સંપર્ક કરી રહી છે.


બહુરાષ્ટ્રીય કંપનીઓ 35 થી 40 રૂપિયા પ્રતિ કિલો ના દર થી તેમના જમરૂખ ખરીદે છે અને બજાર માં આ જમરૂખ ની કિંમત લગભગ 90 થી  120 રૂપિયા પ્રતિ કિલો છે. ડોક્ટર નું કહેવું છે કે આ જમરૂખ સફરજન થી વધુ પોષણ આપે છે. એટલા માટે આ જમરૂખ ની માંગ વધુ છે. આંધ્રપ્રદેશ માં લગભગ બધીજ જગ્યા પર પાણી ની ઘણીજ સમસ્યા છે અને વરસાદ પણ અપેક્ષા અનુસાર નથી આવતો. પરંતુ હનુમા ને કોઈ પણ સમસ્યા નો સામનો કરવો પડતો નથી કેમ કે તે પાણી ની માત્રા ને ઓછી રાખવા નો પ્રયત્ન કરે છે. નિશ્ચિત રીતે આ હનુમા ની સફળતા ની નવી કહાની છે.

તેણે પિતાની જમીન માં ચાર લાખ રૂપિયા લગાવ્યા અને નવ મહિના ની અંદરજ તેને નવ લાખ રૂપિયા ની કમાણી કરી જે રોકાણ નું બમણું છે. એટલા માટે સોફ્ટવેયર ઇન્ડસ્ટ્રી માં કામ કરનાર તેમના મિત્ર પણ તેમના રસ્તા પર ચાલવા માંગે છે અને ખેતી ને અપનાવા માંગે છે.

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog