Gujarati Article મહારાષ્ટ્ર ના ઔરંગાબાદ માં ઈમાનદારી ની એક મિસાલ સામે આવી છે. કેન્યા નો રહેવાસી એક વ્યક્તિ 30 વર્ષ પછી 200 રૂપિયાન...

Gujarati - ઈમાનદારી ની મિસાલ ,200 રૂપિયા ની ઉધારી ચૂકવવા 30 વર્ષ પછી પાછા આવ્યા કેન્યા ના સાંસદ


Gujarati Article

મહારાષ્ટ્ર ના ઔરંગાબાદ માં ઈમાનદારી ની એક મિસાલ સામે આવી છે. કેન્યા નો રહેવાસી એક વ્યક્તિ 30 વર્ષ પછી 200 રૂપિયાની ઉધારી ચુકવવા લાખો રૂપિયા ખર્ચી ને પોતાના પરિવાર સાથે ઔરંગાબાદ એક વ્યક્તિ ને મળવા આવી પહોંચ્યો છે. 

પૈસા અપાતી વખતે કેન્યા થી આવેલો પરિવાર ઘણો ભાવુક થઇ ગયો હતો.તેને ભારતીય મિત્ર ને 30 વર્ષ પેહલા મદદ કરવા માટે ગાલે લાવી લીધો હતો. આશ્વર્ય ની વાત તો એ હતી કે જયારે આ વ્યક્તિ પાછો આવ્યો ત્યારે તે કેન્યાનો સંસદ સભ્ય બની ચુક્યો હતો. 


કેન્યા થી આવેલા આ વ્યક્તિ નું નામ રિચર્ડ ટોંગી છે. તે ઔરંગાબાવદ માં ભણવા માટે આવ્યો હતો. વર્ષ 1985 થી 1989 સુધી તે ઔરંગાબાદ માં રહ્યો હતો. ત્યાંની મોલાના આઝાદ કોલેજ માં તે ભણ્યો હતો. 


કાશીનાથ ગવાળી ની કરિયાના ની દુકાન ત્યાં નજીક માંજ હતી ત્યાંથી રિચાર્ડ પોતાની જરૂરિયાત નો સમાન ખરીદતો હતો. ઘણી વખત રિચાર્ડ ની પાસે પૈસા ના હોય ત્યારે તે ત્યાંથી ઉધાર કરિયાણું ખરીદતો હતો. એવામાં બંને વચ્ચે એક સંબંધ બની ગયો હતો. એવું લગભગ 4 વર્ષ ચાલ્યું હતું। 

ભણતર પૂરું કરી ને રિચાર્ડ કેન્યા પાછો ચાલ્યો ગયો હતો. ત્યાં જઈ ને તે રાજનીતિ માં સક્રિય થાય ગયો હતો. સંસદ સભ્ય પણ બની ગયો અને ત્યાંનો વિદેશ મંત્રાલય નો ઉપાધ્યક્ષ પણ બની ગયો હતો. પછી ના 30 વર્ષ માં ઘણી વાર તેને કાશીનાથ ને મળવાની લાલચ જાગી હતી પરંતુ અત્યારે તે કેન્યા ના મંત્રી ની સાથે ભારત આવ્યો હતો. 


પહેલા કાશીનાથ રિચાર્ડ ને ભૂલી ચુક્યા હતા પરંતુ તેને બધું યાદ અપાવ્યુ. તેના 200 રૂપિયા ના બદલા માં તેને 19 હજાર રૂપિયા પરત કર્યા. રિચાર્ડ તેમજ તેની પત્ની મિશેલે કાશીનાથ ને કેન્યા આવવાનું આમન્ત્રણ પણ આપ્યું છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog