Gujarati Article એક નગર માં ચાર ચોર રહેતા હતા, તેણે નગર ના શેઠ ના ઘરે ચોરી કરી, ત્યારબાદ તે જંગલ માં જઈને સંતાઈ ગયા, ચોરી નો માલ જ...

Gujarati - એક એવી વાર્તા જે બાળપણ માં બધાએ સાંભળી હશે પરંતુ અત્યારે આ વાર્તા નો સાર લોકોએ ખરેખર જીવન માં ઉતારવા જેવો છે


Gujarati Article

એક નગર માં ચાર ચોર રહેતા હતા, તેણે નગર ના શેઠ ના ઘરે ચોરી કરી, ત્યારબાદ તે જંગલ માં જઈને સંતાઈ ગયા, ચોરી નો માલ જોઈને ચોરો ની નિયત ખરાબ થઇ ત્યાર બાદ...

એક નગર માં 4 ચોર રહેતા હતા, જે રાત્રે મળીને ચોરી કરતા હતા અને પછી ચોરી ના માલ ને બધા વચ્ચે વહેંચતા હતા. પરંતુ આ ચાર ચોર ને એકબીજા પર સેજ પણ ભરોસો હતો નહિ. આ ચાર લોકો ને એજ ડર રહેતો હતો કે તેમનો કોઈ સાથી તેમને ધોકો ના આપે.


એક દિવસ આ ચાર ચોરે રાત્રે એક શેઠ ને ત્યાં છોકરી કરી. શેઠ ખુબજ ધનવાન હતો. એટલો બધો માલ જોઈને ચોર ની નિયત ખરાબ થઇ ગઈ. ચારે ચાર ચોર માલ ચોરી કરીને જંગલ માં જઈને છુપાઈ ગયા. ચોરી નગર ના શેઠ ના ઘર માં થઇ હતી, એટલા માટે રાજા એ ચોર ને પકડવાની જિમ્મેદારી પોતાના વિશ્વાસપાત્ર સૈનિકો ને આપી.

આખા નગર માં સૈનિકો ચોરો ને પકડવા માટે શહેર માં ફરવા લાગ્યા. 2 દિવસ સુધી ચોર જંગલ માં છુપાયેલા રહ્યા અને ભૂખ ના કારણે તડપવા લાગ્યા.

ચોરો એ વિચાર્યું કે આ રીતે તો આપણે જંગલ માંજ મારી જઈશું. ત્યાર બાદ તેઓએ નક્કી કર્યું કે 2 લોકો અહીજ રહેશે અને 2 લોકો જંગલ માં જઈને ખાવાનું લઈને આવશે.


ત્યારબાદ બે ચોર ખાવાનું લઈને આવ્યા તેમાં તેણે સૌથી પહેલા ખાધું અને પછી યોજના બનાવી કે આપણે આપણા સાથીઓ ના ખાવામાં જહેર મેળવીશું અને આ રીતે બધોજ માલ આપણા કબ્જા માં આવી જશે. જયારે તે ખાવાનું લઈને જંગલ માં ગયા ત્યારે તેમના સાથીઓ એ તેમના પર હુમલો કરી દીધો. જેના પછી બંને ચોર મરી ગયા ત્યાર બાદ બચેલા બંને ચોર જહેર વાળું ખાવાનું ખાધું અને તેમનું પણ મૃત્યુ થયું.

શીખ

જે લોકો બીજાની સાથે ખરાબ કરે છે, બીજાનું ધન ચોરી કરે છે, તેમની સાથે પણ હંમેશા ખરાબ થાય છે. એટલા માટે કોઈનું ખરાબ ના કરવું જોઈએ. નહીંતર આપણે પણ મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog