Gujarati Article જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં કર્ણાટકના રહેવાસી સીઆરપીએફ જવાન એચ ગુરુ પણ શહીદ થયા છે, પતિ શહીદ થયાન...

Gujarati - હુમલા પહેલા પતિનો ફોન ન ઉપાડી શકી પત્ની, પછી ખબર પડી શહાદતની


Gujarati Article
જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં કર્ણાટકના રહેવાસી સીઆરપીએફ જવાન એચ ગુરુ પણ શહીદ થયા છે, પતિ શહીદ થયાની જાણ થતાં જ તેમની પત્ની શોકમાં ગરકાવ થઇ ગઇ હતી. બાદમાં તેણીએ પતિની શહાદત પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે 'તમામ આરોપીઓને મારી નાખો, જેઓએ મારા પતિને માર્યા છે'



શહીદ ગુરુ કર્ણાટકના માંડ્યા જિલ્લાના મડ્ડુરના રહેવાસી હતા, પુલવામામાં ગુરુવારે આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા, ન્યૂઝ18 સાથે વાતચિત કરતાં ગુરુની પત્નીએ જણાવ્યું કે તેના પતિ શહીદ થયાના સમાચાર રાતે 11 વાગ્યા બાદ મળ્યા, ભીની આંખોએ તેણીએ જણાવ્યું કે મને કાલે મારા પતિનો ફોન આવ્યો હતો, પરંતુ હું કામમાં વ્યસ્ત હોવાને કારણે રીસિવ કરી શકી નહીં, જ્યારે મેં ફરી ફોન કર્યો તો તો તેમનો ફોન પહોંચની બહાર આવી રહ્યો હતો. મારી પાસે તેમની સાથે વાત કરવાની અંતિમ તક હતી પરંતુ મારા અને મારા પતિના નસીબે સાથ ન આપ્યો.
ગુરુની પત્નીએ વધુમાં કહ્યું કે મને મારા પતિ જોઇએ, જે લોકો સરહદની સુરક્ષા કરે છે તેઓ શહીદ થતા રહેશે તો તેમને તેમના ઘરે મોકલી દેવામાં આવે કારણ કે તેઓ તેના પરિવારની સારસંભાળતો રાખી શકે.

તેઓએ કહ્યું કે ગુરુ શ્રીનગરમાં હતા અને તેઓએ જણાવ્યું નહીં કે તે પુલવામામાં જઇ રહ્યાં છે, વધુમાં તેમની પત્નીએ જણાવ્યું કે તેઓ સરહદની સુરક્ષા દરમિયાન થતી મુશ્કેલીઓ અંગે જણાવતા રહેતા હતા. તેઓએ દેશના અનેક ભાગમાં ખરાબ સ્થિતિમાં કામ કર્યું છે. દેશની સુરક્ષા કરવા માટે મારા પતિ પર ગર્વ છે, પરંતુ જ્યારે તેઓને જરૂર હતી ત્યારે સુરક્ષા મળી નથી. રાજ્યના મંત્રી સીએસ પુટ્ટારાજુએ શુક્રવારે જાહેરાત કરી કરે શહીદ ગુરુના પત્નીને સરકારી નોકરી આપવામાં આવશે.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog