Gujarati Article  જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ મહેશ કુમા યાદવનું પાર્થિવ શરીર શનિવારે સવારે તેમના પ...

Gujarati - બંને દીકરાને સેનામાં મોકલીશ, પાકિસ્તાનથી બદલો લઈશઃ શહીદની પત્ની
Gujarati Article

 જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ મહેશ કુમા યાદવનું પાર્થિવ શરીર શનિવારે સવારે તેમના પૈતૃક ઘર પ્રયાગરાજ પહોંચ્યું. શહીદ મહેશની પત્ની સંજૂએ પાર્થિવ દેહને જોઈ રડતાં રડતાં કહ્યું કે તેમને પોતાના પતિની શહાદત પર ગર્વ છે. પરંતુ તે પોતાના પતિની શહાદતને ભૂલશે નહિ. કહ્યું કે તે પોતાના બંને દીકરાને સેનામાં મોકલશે અને પતિના મોતનો બદલો પાકિસ્તાનથી લેશે.

ઘરે આવ્યા શહાદતના સમાચાર3 દિવસ પહેલા જ મહેશ ડ્યૂટી પર જમ્મુ પહોંચ્યા હતા. તેમણે પત્ની અને બાળકોને જલદી પાછા આવવા વચન આપ્યું હતું. પરંતુ તેમના ક્યારેય પાછા ન આવવાની ખબર આવી છે. જણાવી દઈએ કે શહીદ મહેશના બે દીકરા છે, સમર 5 વર્ષનો છે અને સાહિત 4 વર્ષનો છે. ઘરે માતમનો માહોલ જોઈ બંને વિચલિત છે. માતાના આંસુ લૂંછવા તેઓ ક્યારેક પાસે આવી જાય છે અને ખુદ પણ ગમગીન થઈ જાય છે. પરંતુ આ અબોધ માસૂમોને નથી ખબર કે તેમના પર કયો કહેર વરસ્યો છે. તેમની આંખો સૌકોઈને જરૂર સવાલ કરી રહી હશે અને તેનો જવાબ ન તો કોઈ પાસે છે કે ના કોઈ આપવા માંગે છે.

2008માં થયાં લગ્નશહીદ મહેશના લગ્ન સંજૂ સાથે 2008માં થયાં. તે સમયે સંજૂની પણ ઉંમર બહુ નાની હતી અને મહેશ પણ તે ઉંમરે આર્મીમાં જવા માટે તૈયારી કરી હ્યા હતા. ઘરના મોભી હોવાથી અને પારિવાિક જવાબદારી હોવાના કારણે તેમના લગ્ન વહેલાં કરી દેવામાં આવ્યાં હતાં. જો કે લગ્ન બાદ પણ મહેશે પોતાની આર્મી જોઈન કરવાની તૈયારી શૂ જ રાખી હતી. લગ્નના 9 વર્ષ બાદ સીઆરપીએફમાં મહેશની પસંદગી થઈ. લોકો તેને ભાગ્યશાળી પત્નીના રૂપમાં ગણાવતા હતા અને મહેશ પણ આ વાતથી ખુશ હતો. ઘરમાં માતા, પિતા, ભાઈ, બહેન બધા જ મહેશની ઉપલબ્ધીથી ખુશ હતા. કેમ કે ભાઈ મહેશ હંમેશાથી સેનામાં જવા માંગતો હતો.

3 દિવસ પહેલા બાળકો સાથે હતા મહેશટૂડિહાર બદલપુર ગામમાં 3 દિવસ પહેલા મહેશ બાળકો સાથે રમી રહ્યા હતા, બહેનને લાડ અને ભાઈ સાથે મજાક મસ્તી કરી રહ્યા હતા પરંતુ આજે સવારે બધું જ બદલાઈ ગયું છે. ચારેબાજુ ગુસ્સો, ગમ અને માતમ છે. મહેશના પિતા રાજકુમાર મુંબઈમાં રહી ટેંપો ચલાવે છે. તેમના બંને દીકરામાં મહેશ મોટા હતા અને તેમની ઉંમર હજુ માત્ર 25 વર્ષ જ હતી. 3 દિવસ પહેલા તેઓ પોતાનાઓની વચ્ચે હતા અને હવે તેઓ દુનિયામાં નથી રહ્યા તે વાતનો વિશ્વાસ હવે કોઈને નથી થઈ રહ્યો.

બંને દીકરાને સેનામાં મોકલીશગુમસુમ રહનાર મહેશના બંને દીકરા પણ ક્યારે ફોઈ, ક્યારેક દાદી તો ક્યારેક માંને પકડીને રોવા લાગે છે. ક્યારેક ખામોશીથી એકબાજુ ઉભા રહી જાય છે તો તેમની સવાલ પૂછતી આંખો જોઈ સૌકોઈ ઉકળી ઉઠે છે. ચારો તરફ રુદન અને ગમની વચ્ચે પત્ની અને માં ભલે રડી રડીને બેહાલ હોય પરંતુ જ્યારે પણ તેમણે મીડિયા સાથે વાત કી ફક્રથી મહેશની શહાદત પર ગર્વ પ્રકટ કર્યો. માં શાંતિ દેવી કહે છે કે એમનો દીકરો સરહદ પર શહીદ થઈ ગયો અમને ગર્વ છે. જ્યારે પત્ની કહે છે કે તેમના મૃત્યુનો બદલો લેવા બંને દીકરા સેનામાં જશે.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog