ૐ ભૂ ભુવઃ સ્વઃ |  ૐ તત્ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ || ગાયત્રી મંત્રનો જાપ કરવો અતિ શુભ માનવામાં આવ...

Gujarati - ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ ગાયત્રીમંત્રનો જાપ, જાણો તેના ફાયદાઓ ૐ ભૂ ભુવઃ સ્વઃ |  ૐ તત્ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ||

ગાયત્રી મંત્રનો જાપ કરવો અતિ શુભ માનવામાં આવે છે. આજે અમે તમને આ મંત્રથી જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવીશું કે જેના વિશે બહું  ઓછા લોકોને જાણકારી હોય છે. આમ તો આ મંત્રનો જાપ ઘણાં જ લોકો કરતાં હોય છે પણ હિંદુ ધર્મમાં આ મંત્રને સૌથી શક્તિશાળી, પ્રભાવી અને શુભ ફળદાતા ગણાવ્યો છે. આ મંત્રને લઈને અનેક માન્યતાઓ છે. જેનો જાપ કરવાથી ઈશ્વરની નિશ્ચિત જ પ્રાપ્તિ થાય છે.

આ મંત્ર યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે. પૌરાણિક ગ્રંથો અનુસાર ગાયત્રી એક છંદ છે. જે ઋગ્વેદના પ્રસિદ્ધ સાત છંદોમાંથી એક છે. જ્યારે 8 8 અક્ષરોના ત્રણ ચરણ હોય છે. પોતાના દૈનિક જીવનમાં અનેક લોકો આ મંત્રનું ઉચ્ચરણ કરે છે. આમછતાં ઘણાં લોકો એ જાણે છે કે આ મંત્રના જાપની કેટલી માળા કરવી જોઈએ. સાથે જ એની કેટલી માળા  જપવી જોઈએ. કેવી રીતે મંત્રનું ઉચ્ચરણ કરવું જોઈએ. જો આ વિશે ન જાણતા હોય તો જાણો અહિં….કહેવાય છે કે હિંદૂ ધર્મના કોઈ પણ ગ્રંથ કે શાસ્ત્ર એવું નથી જેમાં ગાયત્રી મંત્રનો મહિમા ન હોય. એ સાથે જ દેવી ભાગવતના પૂરા ત્રણ અધ્યાયમાં પણ માત્ર ગાયત્રી મંત્રનો મહિમા દર્શાવાયો છે. આ પુરાણો અનુસાર તેમજ દેવી ભાગવતમાં દર્શાવાયા પ્રમાણે ગાયત્રીમંત્રની એક માળા કરવાથી દિવસભરના પાપનો નાશ થઈ જાય છે. જો ત્રણ માળા ગાયત્રીમંત્રની કરવામાં આવે તો 9 દિવસના પાપનો નાશ થાય છે. એ સિવાય  ભાગવતના દસમા સ્કંદમાં ભગવાન કૃષ્ણની દિનચર્યાનું વર્ણન મળે છે. જે અનુસાર શ્રીકૃષ્ણ રોજ બ્રહ્મ મુહૂર્તમાં એક કલાક ગાયત્રી મંત્રનો જાપ કરતાં હતા.

તો અથર્વવેદમાં ગાયત્રીમંત્રની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ મંત્ર વિશે એક શ્લોક છે જેમાં ….

સ્તુતા મયા વરદા વેદમાતા પ્રચચોદયન્તામ્, પાવમાની દ્વિજાનામ્ |
આયુઃ પ્રાણ પ્રજામ્ પશુ કીર્તિં દ્વવિણં બ્રહ્મવર્ચસમ્ |
મહ્યમ્ દત્વા બ્રજત્ બ્રહ્મલોકમ્ ||

કહેવાય છે કે જે આ મંત્રનો જાપ કરે છે તેના આયુષ્યમાં વધારો થાય છે. પ્રાણ શક્તિ પણ એ મનુષ્યની વધી જાય છે.

તમો અમોનો લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો , અમોનો આ લેખને  તમોએ વાંચવા બદલ અમોની ટીમ આપનો  આભાર માનીયે છીએ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમોને જણાવો....
 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમોનું ફેસબુક પેજ નીચે લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog